પેટ્રોલ પંપના સુપરવાઈઝરે રજા અંગે મેમો આપતા કર્મચારીનો છરી વડે હુમલો

જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી માર મારનાર ચાર
સામે ગુનો દાખલ રાજકોટ તા,17
સોરઠીયા પ્લોટમાં રહેતો અને ઢેબર રોડ પર બોમ્બે પેટ્રોલ પંપના સીએનજી પંપમાં ગેસ રીડીંગના સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં ચેતન વાલજીભાઇ મકવાણા નામના વણકર યુવાનને રાત્રે અન્ય સીએનજી પંપના કર્મચારી ભાવીન ચોૈહાણ અને ત્રણ અજાણ્યાએ બોમ્બે પંપ બહાર પાસે વાત કરવાના બહાને બોલાવી છરીથી હુમલો કરી પગે અને કોણીમાં ઘા ઝીંકી તેમજ માથામાં ઉંધી છરી મારી
પીઠ પર પથ્થરના ઘા ફટકારી તેમજ ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.
ભકિતનગર પોલીસે ચેતનની ફરિયાદ પરથી ભાવીન સહિત ચાર શખ્સો સામે એટ્રોસીટી એકટ 3 (2) 5 એ તથા 135 (1) મુજબ ગુનો નોંધ્યો છે. ચેતનના કહેવા મુજબ પોતે સીએનજી પંપમાં સુપરવાઇઝર હોઇ અન્ય સીએનજી પંપના કર્મચારીઓની નોકરી પર દેખરેખ રાખવાની જવાબદારી પણ તેની છે. ગઇકાલે તે ભાડલા પંપ ખાતે ચેકીંગમાં ગયેલ ત્યારે ભાવીન ચોૈહાણ નોકરી પર ગેરહાજર હોઇ જેથી તેને મેમો આપવાની વાત કરી હતી. આ બાબતનો ખાર રાખી ગત રાત્રે ભાવીન ત્રણ જણાને લઇને બોમ્બે પંપ પાસે આવ્યો હતો અને પોતાને વાત કરવાના બહાને બહાર બાોલવી ગાળો દઇ છરી-પથ્થરથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ભાગી ગયા હતાં.
એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરી હેઠળ વિશેષ તપાસ થઇ રહી છે.