વાવડીમાં પાણીની ટાકીના પૈસાની ઉઘરાણી કરતાં રિક્ષાચાલક યુવાન પર હુમલો

અગાઉ પાણીની ટાકીના
રૂા.900 અને હાલના 150 માગતા દેવીપૂજક શખ્સ સહિતના તૂટી પડયા રાજકોટ તા.17
શહેરના ગોંડલ રોડ પર પુનિતનગર કવાર્ટરમાં રહેતો અને પાણીની રીક્ષાના ફેરા કરતો રાજપૂત યુવાન વાવડી પાણી નાખવા ગયો હતો ત્યારે અગાઉના પૈસાની ઉઘરાણી કરતાં દેવીપૂજક શખ્સ સહિતનાઓેએ ધોકા-પાઈપથી હુમલો કરતા તેને સારવારમાં ખસેડાયો છે.
ગોંડલ રોડ પર પુનિતનગર હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતો અને પાણીની છકડો રિક્ષાના ફેરા કરતો જગદિશ હરિભાઇ ચાવડા (ઉ.38) નામનો રજપૂત યુવાન રાત્રે દસેક વાગ્યે વાવડી ગામમાં ઝૂપડામાં રહેતાં દેવીપૂજક શખ્સ ધીરૂને ત્યાં પાણી આપવા ગયો ત્યારે પૈસા બાબતે ઝઘડો થતાં ધીરૂ સહિતનાએ ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જગદિશના કહેવા મુજબ પોતે અવાર-નવાર ધીરૂને ત્યાં પાણી આપવા જતો હતો. અગાઉના રૂ. 900 બાકી હોઇ અને ગઇકાલે તેણે ફરીથી પાણીની ટાંકી મંગાવતા પોતે આગલા પૈસા અને નવા રૂ. 150ની ઉઘરાણી કરતાં ઝઘડો થતાં હુમલો કર્યાનું જાળવા મળ્યું છે.