કાલે કલેકટર અને ગુરૂવારે અધિક કલેકટરની કોન્ફરન્સ

સુચિત, યુએલસી સહિતના પ્રશ્ર્ને થશે ચર્ચા રાજકોટ, તા. 17
ગાંધીનગરમાં આવતી કાલે કલેકટર કોન્ફરન્સ યોજનાર છે જેમાં નવ નિયુકત કલેકટરનો પરિચય સહિત વિવિધ 24 મુદ્દા અંગે સમિક્ષા બેઠક યોજાનાર છે ત્યાર બાદ ગુરૂવારે યુએલસી સહિતના મુદ્દે બેઠક મળશે. રાજય સરકાર દ્વારા તાજેતરમાં એક સાથે 67 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમાં મોટા ભાગના જિલ્લાના કલેકટરોની બદલી થઈ હોય મહેસુલ મંત્રીના અધ્યક્ષસ્થાને આવતિ કાલે કલેકટર કોન્ફરન્સ યોજાનાર છે. પરશુરામ જયંતિની રજા હોય કલેકયરને રજાના દિવસમાં કલેકટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ બેઠકમાં પાણી, સુચિત સોસાયટી, રાજય સરકારની વિવિધ યોજના સહિત વિવિધ 24 મુદ્દાની સમિક્ષા કરવામાં આવનાર છે.
ગુરૂવારે રાજકોટ સહિત રાજયભરના અધિક કલેકટરોની કોન્ફરન્સ યોજાશે જેમાં યુએલસી જમીન અંગેની સમિક્ષા કરવામાં આવનાર છે. રાષ્ટ્રીય સફાઈ આયોગના ચેરમેનની બપોર પછી બેઠક રાષ્ટ્રીય સફાઈ આયોગના ચેરમેન મહેન્દ્રભાઈ ઝાલાની આજે બપોર પછી 4 કલાકે સરકિટ હાઉસ ખાતે કલેકટર, પોલીસ અને મહાપાલીકાના અધિકારીઓની બેઠક યોજાનાર છે જેમાં નગરપાલીકા વિસ્તારમાં મહેકમ વધારવા, સુવિધા વધારવા સહિતના છ મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવશે.