રિફંડ માટે રાહ જુઓ... એકસ્પોટરોને જી.એસ.ટી. તંત્રએ આપેલો જવાબ !

બે દિવસથી સાઈટ ઠપ્પ, નાણા કયારે છુટ્ટા થશે તેની ખબર નથી
એપ્લીકેશનમાં સુધારા-વધારા થતા હોવાનું અપાતુ બહાનું રાજકોટ તા,17
એકસપર્ટરોને પોતાના રિફંડ મેળવવા માટે આપવામાં આવેલા છ આંકડાના પાર્સવર્ડના એપ્લીકેશનમાં સાત માગતા રિફંડ સલવાયા છે. જે બાબતની રજૂઆત કરતા રિફંડ માટે રાહ જુઓ તેવો જીએસટી તંત્ર દ્વારા જવાબ આપવામાં આવે છે અને એપ્લીકેશનમાં સુધારા વધારા થતા હોવાનું બહાનું ધરવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુદ્દા પોર્ટથી એકસપર્ટરો દ્વારા અન્ય દેશમાં માલનું પરિવહન કરવામાં આવે છે તેના ઉપર મળતા રિફંડ માટે માલ લઈ શિપ ભારતની બોર્ડ વટાવે ત્યારે કસ્ટમ વિભાગ દ્વારા એકસપર્ટરોને છ આંકડાનો ઈવીએમ નંબરનો પાર્સવર્ડ આપવામાં આવે છે.
જે પાસવર્ડ એપ્લિકેશનમાં નાખતા રિફંડ પરત મળે છે પરંતુ જ્યારે એપ્લિકેશનમાં ખોલવામાં આવે છે ત્યારે ઈવીએમ નંબર સાત આંકડાનો બતાવવામાં આવે છે. જેનાથ એકસપર્ટરોની મુંઝવણમાં વધારો થયો છે અને આંકડાઓ મીસમેચ થતાં કરોડોના રિફંડ સલવાયા છે.
આ બાબતે કસ્ટમ વિભાગમાં રજૂઆત કરતા અધિકારીઓ પણ હાથ ઉંચા કરી થઈ રિફંડ માટે રાહ જોવો તેવા જવાબો આપવામાં આવે છે અને છેલ્લા બે દિવસથી જીએસટીની સાઈટ પણ ઠપ્પ છે. તે બાબતે પુછતા એપ્લીકેશનમાં સુધારા - વધારા થતાં હોવાનું બહાનું તંત્ર દ્વારા આપવામાં આવે છે.
વેપારીઓ પોતાના નાણા કયારે છુટ્ટા થશે તેની ખબર નથી. ત્યારે નાણા સલવાતા અન્ય રોકાણ ઉપર અસર પડતા ઉદ્યોગો પડી ભાંગવાની સ્થિતિએ આવી પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.