મવડીમાં ફૂડ લાયસન્સ વિનાની હોટલ, ડેરી, પાન-ઠંડા પીણાની 19 દુકાનને નોટીસ

કોર્પોરેશનની ટીમો ત્રાટકી: 7 કિલો પસ્તી, 14 કિલો અખાદ્ય પદાર્થનો નાશ રો-મટીરીયલની ગુણવત્તા પ્રિમાઇસીસની હાઇજીનિકલ ક્ધડીશન વિશે સઘન તપાસ
દાઝયું તેલ, કાપેલા-વાસી સડેલા ખાદ્ય પદાર્થોનો નાશ : ચા-રસવાળા પણ ઝપટે
ડિલકસ પાનવાળાઓ, રાધે હોટલ, ક્રિષ્ના લોજ, ટી સ્ટોલ અને કોલ્ડ્રીંકસવાળાઓને ત્યાં ચકાસણી રાજકોટ તા.17
ઉનાળામાં સડેલી-વાસી ચીજવસ્તુઓ ખાવાથી મંદવાડનો ભય રહેતો હોવાથી રાજકોટ મહાપાલીકાની ટુકડીઓએ આજે હોટલ-ડેરી સહિતના સ્થળે આવા ખાદ્ય પદાર્થ વેચાતા રોકવા તપાસ આદરી હતી. મવડી રોડ પર ર4 સ્થળે ચેકીંગ કરવામાં આવતાં એમાંના 19 વેપારીએ તો ફુડ લાયસન્સ જ મેળવેલું ન હોવાથી તેમને નોટીસ ફટકારવામાં આવી છે.
1પ0 ફુટ રીંગરોડ પર ઉમિયા ચોક ખાતે રાધે હોટલ, ખેતલા આપા ડિલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ગાત્રાળ ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, શકિત પાન એન્ડ ટી-કોલ્ડ્રીંકસ, પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, મવડી ચોકડી પાસે ધર્મરાજ વડાપાંઉ, જય ખોડીયાર હોટલ, જય ખોડીયાર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, જય દ્વારકાધીશ રસ ડેપો, હર ભોલે પાન એન્ડ કોલ્ડ્રીંકસ, જલ્પા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ક્રિષ્ના લોજ, માધવ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, હિતેષભાઇ નાથાભાઇ ટી સ્ટોલ, જય દ્વારકાધીશ ટી સ્ટોલ, જે માડી ડિલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસને ફુડ લાયસન્સ/રજીસ્ટ્રેશન ન હોવાથી નોટીસ ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત શ્યામ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ઓમ ધારેશ્ર્વર ડેરી ફાર્મ, બાપા સીતારામ રસ પાર્લર, યોગેશ્ર્વર ડેરી ફાર્મ, શુભમ ડીલકસ પાન, માધવ મેડીકલ ખાતે પણ ચકાસણી કરવામાં આવી હતી. ક્રિષ્ના લોજમાં 7 કિલો પસ્તીનો નાશ કરાયો હતો. બીનઆરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલ છાપેલ રદીનો પેકીંગમાં ઉપયોગ કરાતો હતો. તમામ સ્થળે હાઇજીનીકસ ક્ધડીશન, રોમટીરીયલનસ ગુણવત્તાની ચકાસણી કરાઇ હતી. સડેલા-વાસી-કાપેલા-પડતર ખાદ્યપદાર્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. 14 કિલો બરફ બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહેલ હોઇ નાશ કરાયો છે.