યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આજથી પાંચમા તબક્કાની પરીક્ષા


રાજકોટ, તા. 17
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં આજથી પાંચમા તબકકાની પરીક્ષા શરૂ થઈ છે. કુલ 13483 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા ચોરી રોકવા તથા ગેરરિતી અટકાવવા સ્કવોડની રચના કરવામાં આવી છે તથા દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ આવતી વિવિધ કોલેજોમાં આજથી વિદ્યાર્થીઓ પાંચમા તબકકાની પરીક્ષા આપી રહ્યા છે. કુલ નોંધાયેલા 13483 પરીક્ષાઓમાં સૌથી વધારે એમએઓલ સેમેસ્ટરનાં રેગ્યુલર 929 અને એકર્સ્ટનલ 6292 વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત બીએલએલબી સેમેસ્ટર-2, એમએસસી સેમેસ્ટર-4 સહિતની પરીક્ષાઓ આજથી શરૂ થઈ ચુકી છે. પરીક્ષાઓમાં કોઈ પણ પ્રકારની ગેરરિતી અટકાવવા પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. સાથોસાથ વિવિધ સ્કવોડની રચના કરી પરીક્ષા ચોરી ઝડપી પાડવામાં આવશે.