સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રવકતાની પાંખો કપાઈ, ભારે હોબાળા બાદ પીછેહઠ

ભવનના વડાઓને પણ ‘બોલવાની’ છૂટ રાજકોટ, તા. 17
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો.કમલ ડોડીયા દ્વારા એકાએક લેવામાં આવતા નિર્ણયોથી ભારે વિવાદો થતા આવ્યા છે. થોડા દિવસ પહેલા કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયા દ્વારા યુનિવર્સિટીના પ્રવકતાની નિમણુંક કરાઈ હતી. અને ભવનોના વડા કે અધ્યક્ષને ડાયરેકટ મિડીયા સાથે વાતચીત કરવા પર પાબંદી લગાવવામાં આવી હતી. આ અંગે ભારે વિવાદ થયા બાદ કુલપતિ દ્વારા નવો પરિપત્ર બહાર પાડી જણાવાયુ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રચાર પ્રસારની સંકલનની જવાબદારી લીગલ વિભાગના ના.કુલસચિવ ડો.કિરીટભાઈ પાઠકને સોંપવામાં આવેલ હતી જેના અનુસંધાને એવી ગેરસમજ ફેલાયાનું જણાય છે કે યુનિ.નાં કોઈ કર્મચારી સીધી કોઈ માહિતી મિડીયામાં આપી શકે નહીં કે મિડીયા સાથે વાત કરી શકે નહીં પરંતુ કોઈના ઉપર આ પ્રતિબંધ મુકવામાં આવેલ નથી માત્ર માહિતી યોગ્ય રીતે સંકલીત સ્વરૂપે મિડીયાને મળે અને આજના સ્પર્ધાત્મક યુગમાં પ્રચાર-પ્રસારની બાબતો યોગ્ય રીતે મિડીયા પાસે પહોંચે તે શુભ હેતુથી જ આ પ્રશ્ર્નોની માહિતી સંબંધીતો પાસેથી મેળવી શકાય છે અને સંબંધીતો દ્વારા પણ યુનિવર્સિટી હિત ધ્યાનમાં રાખી જરૂરી માહિતી આપી શકાય છે. અને ભવનના વડાઓને મિડીયાના પ્રતિનિધિને માહિતી આપવા દૂર અપાઈ છે.