જીએસટી કચેરીમાં નેટ બંધ

વેટની જૂની કામગીરી રિટર્ન સહિતના કામકાજ ઉપર અસર રાજકોટ તા,17
રાજકોટ બહુમાળી ભવન ખાતે આવેલી જીએસટીની કચેરીમાં સવારથી નેટ કનેકટીવિટી બંધ થતાં કામકાજ ઠપ્પ થયું હતું અને હમણા થઈ જશે હમણા થઈ જશેના જવાબો આપવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જીએસટી કચેરીના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજરોજ સવારથી જીએસટી કચેરીમાં નેટ કનેકટીવિટી બંધ થઈ હતી.
સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કનેકશન ચાલુ થયું ન હતું. નેટબંધ રહેતા જીએસટી કચેરીના મહત્ત્વના કામકાજો ઉપર અસર પડી હતી. કાંઈક ફોલ્ટ હશે અને હમણા
થઈ જશે તેવો જવાબ આપવામાં આવ્યો હતો.
જીએસટી કચેરીમાં આર.કોમની નેટ કનેકટીવિટી છે અગાઉ જીએસટી કચેરી દ્વારા નેટનું બિલ નહીં ચૂકવતા નેટ ચારથી પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.
ત્યારે ફરી આજે નેટબંધ થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે હાલ જીએસટી કચેરીમાં જીએસટીની મહત્વની રિર્ટન અને રિફંડ સહિત વેટની જૂની કામગીરી ચાલુ હોય તેની ઉપર અસર પડી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.