બાંધકામની વિકાસ પરવાનગી તા.1 થી ઓનલાઈન

પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર રોકવા રાજય સરકારનું વધુ એક પગલું રહેણાક, વાણીજય અને ઔદ્યોગિક સહિતના બાંધકામોનું સર્ટી. ઈમેલ પર મળશે
તા.16-4 થી રહેણાકના 5000 ચો.મી.થી વધુના બાંધકામોને લાગુ થયા બાદ હવે તમામ બાંધકામોને આવરી લેવાશે રાજકોટ, તા. 17
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકારે તાજેતરમાં જારી કરેલ કોમન જીડીસીઆરની અમલવારી શરતી ચાલુ થઈ ચુકી છે. ત્યારે શહેરી વિકાસ ચિવભાગ દ્વારા બાંધકામ ક્ષેત્રને વેગ આપવા અને પારદર્શક વહીવટી પ્રક્રિયા થાય અને ભ્રષ્યાચાર રોકવાના આશયથી બાંધકામની વિકાસ પરવાનગી એટલે કે કેમ્પ્લીશન સર્ટીફીકેટ ઓન લાઈન આપવાની શરૂઆત કરી છે જેની અમલવારી તા.16-4 થી 5000 ચો.મી.થી વધુના રહેણાકના બાંધકામમાં અને તા.1-5 થી વાણીજય, રહેણાક તેમજ ઔદ્યોગિક સહીતના તમામ પ્રકારના બાંધકામની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે.
સમગ્ર રાજયમાં બાંધકામ ક્ષેત્રને સંપૂર્ણ પણે ઓન લાઈન પ્રક્રિયામાં સાકળી લેવા માટે રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા બાંધકામ પરવાનગીને લગતી તમામ વિવિધ કામગીરી ઓન લાઈન શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી બાંધકામ માટેના ફકત પ્લાન જ ઈનવર્ડ કરાવી શકતા હતા જે હવેથી બિલ્ડીંગ યુઝ પરમીશન (બીયુપી) પણ ઓન લાઈન ઈનવર્ડ કરીને મનપા ઓનલાઈન મંજુરી આપશે નવી કાર્ય પ્રણાની હેતુ પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવાનો છે.
ગાંધીનગર ખાતે શહેરી વિકાસ ભાગના અધિકારીઓ અને મહાનગરપાલીકાનાર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીના અધિકારીઓની મીટીંગ યોજાયેલ જેમાં નવા જીડીસીઆરના અમલની સાથોસાથ રહવે બાંધકામ પરવાનગી આપવાની સીસ્ટમમાં આધુનિકરણ કરવુ જેમા અત્યાર સુધી બાંધકામ પ્લાન ઓનલાઈન ઈનવર્ડ કરી શકાતો જે હવેથી (બીયુપી) એટલે કે બિલ્ડીંગ યુઝ પરમીશન પણ ઓનલાઈન આપવામાં આવશે.
કપ્લીશન સર્ટી. ઓન લાઈન આપવાની શરૂઆત 5000 ચો.મી.થી વધુના રહેણાક માટે તા.16-4 થી અને વાણીજય, ઔદ્યોગિક તેમજ રહેણાક સહીતના તમામ બાંધકામની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન થઈ જો કપ્લીશન સર્ટી. આર્કીટેકને તેના ઈ-મેઈલ પર ઓનલાઈન મળી જશે જેમાં ડિઝીટલ સાઈન થયેલી હશે અને આ સર્ટીફીકેટ બેંકલોન સહિતની વહીવટી કામગીરીમાં માન્ય ગણાશે પરંતુ બિલ્ડરને હાર્ડકોપીની જરૂરીયાત ઉભી થયે મહાનગરપાલીકાના ટાઉન પ્લોનીંગ વિભાગમાંથી મલી શકશે.
રાજય સરકારે જારી કરેલા પરીપત્ર મુજબ પરવાનગી માટેની વિિંાં://શરા.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પર અરજી કરી શકાશે તેમ અરજીનો નમુનો
પોર્ટલ પરથી મળી શકશે તથા નકશો અને ડ્રોઈંગ ફાઈલ તૈયાર કરવા માટેની પ્રી ડીસીઆર સોફટવેર વિિંાં://જ્ઞિૂંક્ષાહફક્ષક્ષશક્ષલ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ
પર ડાઉનલોડ કરી શકાશે તા.1-5 થી શરૂ થનારી કંપ્લીશન સર્ટીફીકેટ ઓન લાઈન શરૂ કરવાનો હેતુ પારદર્શક કામગીરી અને ભ્રષ્ટાચારી પર અંકુશ મુકવાનો છે પરંતુ જાણકારોના અને અમુક બિલ્ડરોના જણાવ્યા મુજબ કપ્લીશન સર્ટી. ઓન લાઈન મળશે પરંતુ તેના માટે સાઈટ વિઝીટ અને બાંધકામની માપણી સહિતની કામગીરીનો ટાઉન પ્લાનીંગ વિભાગનો સ્ટાફ જ કરવાનો છે ત્યારે નવી પદ્ધતિથી ભ્રષ્ટાચારમાં ફેર પડે તેવું અશકય જણાઈ રહ્યુ છે ફકત હાથોહાથ કમ્પ્લીશન મળતુ તેની જગ્યાએ હવેથી ઓનલાઈન મળશે એટલો જ ફરક પડશે તેમ જણાવ્યુ હતું. હાર્ડકોપી ટીપી વિભાગમાંથી મળી શકશે: સાગઠિયા ઓનલાઈન કમ્પ્લીશન સર્ટી.નો નવો નિયમ રાજય સરકારે અમલી બનાવ્યો છે ત્યારે રાજકોટ મનપાના પીટીઓ એમ.ડી.સાગઠીયાએ જણાવેલ કે બાંધકામ પૂર્ણ થયાની જાણ કર્યા બાદ કંપલીશન સર્ટીફીકેટ આર્કીટેકને તેના ઈમેઈલ પર મળી જશે અને તેમા ડિઝીટલ સાઈન હશે પરંતુ આ સર્ટીફીકેટ બેંક લોન સહિતની કામગીરીમાં માન્ય ગણાશે અને જો હાર્ડ કોપીની જરૂરીયાત હશે તો તે મનપાના ટીપી વિભાગમાંથી મળી શકશે.