એક જ જીવનમાં પુષ્કળ જિંદગી જીવી છે: સુજાતા મહેતા

મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માટે ખુબજ સંઘર્ષ કરવો પડતો હોય છે જયારે સુજાતા મહેતાને કેરિયરની શરૂઆતમાં જ પ્રતિઘાત જેવી દમદાર ફિલ્મ મળી સુજાતા મહેતાનું નામ આવે એટલે નાટ્યરસિકોને "ચિત્કાર યાદ આવે,ફિલ્મ રસિકોને પ્રતિઘાત અને ટેલિવિઝનના દર્શકોને શ્રીકાંત યાદ આવે. સ્ટેજ, ફિલ્મ, મોડેલિંગ એમ દરેક ક્ષેત્રે તેમનું પ્રદાન રહેલું છે.નવી પેઢીની ભાષામાં મલ્ટી ટેલેન્ટેડ કહી શકાય એ સુજાતા મહેતાએે ગુજરાતી ફિલ્મ ચિત્કારના પ્રમોશન માટે ગુજરાત મિરર સાથે કેટલીં અંતરંગ વાતો કરી હતી
પ્રહલાદ રાય અને રેખાબેનની દીકરી સુજાતા નાની હતી ત્યારથી જ નાટક,રાસ-ગરબા અને ડાન્સના દરેક પ્રોગ્રામમાં ઉત્સાહભેર ભાગ લેતી હતી કાકા હસુ મહેતા અને કાકી દેવયાની મહેતા નાટક સાથે સંકળાયેલા હતા એટલે તેમની સાથે રિહર્સલમાં જતા જતા પોતે પણ સ્ટેજ પર પ્રથમ પગલું મૂક્યું અને એ નાનકડા પગલાએ ત્યારબાદ સફળતાની અનેક ક્ષિતીજો સર કરી.
મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માટે ખુબ જ સંઘર્ષ કરવો પડતો હોય છે જયારે સુજાતા મહેતાને કેરિયરની શરૂઆતમાં જ પ્રતિઘાત જેવી દમદાર ફિલ્મમાં દમદાર ભૂમિકા મળી જેના દ્વારા સુજાતાએ શરૂઆતથી જ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું સાઇકોલોજી સાથે એમ. એ. કરેલ સુજાતા મહેતા એ કદાચ એટલે જ ચિત્કારની ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવી હશે.
11 માર્ચ 1959માં નવસારીમાં જન્મેલા સુજાતા મહેતા ના પિતાજીને ડિટર્જન્ટ બનાવાની ફેક્ટરી હતી પરંતુ એ બિઝનેસ છોડીને પિતાજી અને દાદાજી આઝાદીના સંગ્રામમાં જોડાઈ ગયા. સુજાતાના નાના પણ મલ્ટીમિલિયોનર હતા તેમ છતાં રંગુનથી આવીને સ્વાતંત્ર ની ચળવળમાં જોડાઈ ગયા હતા.સુજાતા કહે છે કે કદાચ એટલે જ જુસ્સો અને ઉત્સાહ મને તેમના તરફથી વારસામાં જ મળ્યો હતો જે "પ્રતિઘાત" અને "ચિત્કાર"માં તેમના અભિનયમાં પણ દેખાય છે
ભવિષ્યની વાત કરતા સુજાતા મહેતાએ જણાવ્યું કે તે ચિત્કાર ફિલ્મ માટે બહુ આશાવાદી છે છું અને સારા પ્રોજેક્ટ કરવા માગું છું પછી તે નાટક હોય ફિલ્મ હોય કે સિરિયલ હોય. ગુજરાત મિરર તરફથી સુજાતા મહેતાને ખુબ ખુબ શુભેચ્છા.... ખાવા ખવડાવવાની શોખીન
સુજાતા અભિનેત્રી ન હોત તો ટ્રાવેલ એજન્સી ચલાવતી હોત નાટકના 850 શો બાદ એ જ વિષયની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકા મળે એ ભાગ્યે જ જોવા મળે  અભિનયની રોમાંચક સફર
* 13 વર્ષની વયે "વેઇટ અનટીલ ડાર્ક"માં અંધ છોકરીની ભૂમિકા ભજવીને સ્ટેજ પર પોતાનું પ્રથમ પગથિયું ચઢ્યું હતું.
* ત્યારબાદ કાંતિ મડિયાના નાટક "અમે બરફના પંખીમાં કેન્સરપીડિત યુવતીની યાદગાર ભૂમિકા ભજવી હતી.
* ઉપેન્દ્ર ત્રિવેદી સાથે પેરેલિસિસમાં દૂરદર્શનનું નાટક મૃગજળમાં ઉછરીને અમે સીંચી વેલમાં સરોગેટ મધર તેમજ "તારે મન હું અને મારે મન તું જેવા યાદગાર નાટક કર્યા
* કેરિયરની હાઈટ ગણી શકાય એ નાટક "ચિત્કાર" કે જેમાં સુજાતા મેહતાએ મેન્ટલી ડિસઓર્ડર યુવતીની યાદગાર ભૂમિકા ભજવી.
* આ ચિત્કારમાં તેમનો અભિનય જોઈને જે માઈલસ્ટોન રૂપ ફિલ્મ બની તે 1987માં સુપર હિટ ગયેલ ફિલ્મ પ્રતિઘાત હતી જે એ સમયે 150 વિક સુધી ચાલી હતી
* નાટકની સાથે સાથે મોડેલિંગ,ફિલ્મ કેરિયર તેમજ ટેલિવિઝન ક્ષેત્રે અભિનય યાત્રા ચાલુ જ રાખી
* દૂરદર્શનમાં શરદ બાબુની શ્રીકાંત અને ડેઇલી સોપ ઓપેરા "ખાનદાન પણ કરી કેરિયરની શરૂઆતમાં જ પ્રતિઘાત જેવી ફિલ્મ મળ્યા બાદ અન્ય ઘણી ફિલ્મમાં પોતાની અભિનય પ્રતિભા દર્શાવી તેમના પસંદગીના અભિનેતા અમિતાભ  બચ્ચન અને અભિનેત્રીમાં કાજોલ છે  અને નવી પેઢીના કલાકારોમાં તેમને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગમે છે  ચિત્કારનો પ્રારંભ આ રીતે થયો
ગુજરાતી ચિત્કારના લેખક લતેશ શાહ નાયર હોસ્પિટલમાં ડોક્ટર્સ સાથે કામ કરતા હતા ત્યારે એક કેસ હીસ્ટરીમાંથી રચાઈ ચિત્કારની સ્ટોરી અને કોઈપણ નાટકના 25 થી 30 શો થાય એટલે એ નાટક વખણાયેલ નાટક કહેવામાં આવે છે અને ચિત્કાર માટે પણ કલાકારોએ એવું જ વિચાર્યું હતું પરંતુ સ્વપ્નમાં પણ ન વિચારી શકાય એટલા 800થી વધુ શો થયા અને ત્યારબાદ લગભગ 35 વર્ષ બાદ ફિલ્મ ચિત્કાર આવી રહી છે. સ્વપ્ન જુઓ અને પુરા કરો: સુજાતા મહેતા
મહિલાઓને સંદેશો આપતા સુજાતા મહેતા કહે છે કે ખોટા સ્ત્રી સ્વાતંત્ર્યના ભ્રમમાં ન રહો. તમને તમારા હક્ક મળવા જોઈએ હક્ક માટે લડો પરંતુ વુમન લીડના નામે ખોટો મેસેજ ન ફેલાવો, જીવો અને જીવવા દો અને મજાથી જીવો સ્વપ્ન જુઓ અને સ્વપ્નાં પુરા કરો. સુજાતા મહેતાને ગમે છે...
- સુજાતા મહેતાને પણ શ્રીદેવીની જેમ ગમે છે સફેદ કલર.
- તેમના પસંદગીના અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રીમાં કાજોલ છે અને નવી પેઢીના કલાકારોમાં તેમને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગમે છે.
- જો તે અભિનેત્રી ન હોત તો તે કોઈ ટ્રાવેલિંગ કંપની ચલાવતી હોત.
- ફેવરિટ ડેસ્ટિનેશન હિમાલય છે પણ ટ્રાવેલિંગનો ખુબ શોખ હોવાથી ફ્રી સમયમાં અલગ અલગ સ્થળ પર નીકળી જાય છે.
- સ્ટેજ કલાકારોમાં તેમને દેવેન ભોજાણી ગમે છે પણ સાથોસાથ પરેશ રાવલ, દિશા વાંકાણી અને સરિતા જોશી પણ માનીતા કલાકારો છે. ઉડાન- ભાવના દોશી -