ટીપ્સ ફ્રોમ મોમ

આભૂષણ એ દરેક સ્ત્રીની પસંદગી હોય છે. વાર તહેવાર કે પ્રસંગોએ મહિલાઓ આભૂષણોની ખરીદી કરે છે. શુભ પ્રસંગે સોનું ચાંદી વગેરે મૂલ્યવાન ઘરેણાં પણ ખરીદે છે .
લગ્ન પ્રસંગમાં દીકરીને પણ સોના-ચાંદીના હીરા વગેરેના ઘરેણા ભેટ તરીકે આપવાની આપણે ત્યાં પ્રથા છે .દરેક સ્ત્રી પાસે ઓછી વધતી સંખ્યામાં ઘરેણાં હશે જ પરંતુ શું તમે જાણો છો કે ઘરેણાં ચાહે સોનાના હોઈ, ચાંદી ના હોય કે હીરાના હોય તેની જાળવણી કેવી રીતે કરવી? ટિપ્સ ફ્રોમ મોમ માં કેટલીક એવી ટિપ્સ કે જે તમારા ઘરેણાની સુંદરતા રાખશે બરકરાર...
સૌપ્રથમ તો સોના-ચાંદીના કે કોઈપણ દાગીના લઈએ એટલે દુકાનદારને તેની જાળવણી કઇ રીતે કરવી એ પૂછી લેવું કારણકે ઘણીવાર બોક્સમાં ક્યારેક કોટનમાં અથવા તો ક્યારેક વેલવેટ કપડામાં રાખવા માટે તેઓ સૂચના આપતા હોય છે.
સોનાના દાગીના મોટાભાગે વેલ્વેટમાં કે પછી મુલાયમ કપડામાં વીંટાળીને રાખવામાં આવે છે જેથી તેમાં રહેલા નકશીકામ તેમજ હીરા કે પછી સ્ટોનમાં ચળકાટ જળવાઈ રહે તેમાં જ તેની ડિઝાઇનમાં કંઈ નુકસાન ન થાય.
ચાંદીના ઘરેણા પ્લાસ્ટિક અથવા તો બોક્સમાં પણ મૂકી શકાય પ્લાસ્ટિકમાં રાખવાથી તે કાળા પડતા નથી.
રિયલ ડાયમન્ડની જ્વેલરી મોટાભાગે ઝવેરી રૂમાં વીંટાળીને રાખવાનું સૂચન કરતા હોય છે જેના કારણે તેની સુંદરતા જળવાઇ રહે છે.
ઓક્સોડાઇઝ કરેલા ઘરેણા ને પણ રૂમાં રાખવાથી તેની ચમક જળવાઈ રહે છે ચાંદીના ઘરેણાં જે બોક્સમાં હોય તેમાં ફટકડી અથવા કપૂર નો ટુકડો મૂકવાથી ઘરેણાં કાળા પડતા નથી.
ઇમિટેશન જ્વેલરીને હંમેશા પ્લાસ્ટિક બેગમાં જ રાખવી જેથી કરીને તે જલ્દી કાળી પડશે નહીં
ઘરમાં રેગ્યુલર પહેરતા દાગીના ચેઇન,વીંટી, બુટ્ટી વગેરે થોડા દિવસે સાફ કરતા રહેવું જોઈએ જેથી તેની ચમક જળવાઇ રહે.હુંફાળા પાણીમાં ડિટર્જન્ટ નાખી થોડીવાર સોફ્ટ બ્રશ વડે ઘસવાથી નવા જેવા દેખાવા લાગશે.
નંગવાળા કે હીરાવાળા દાગીનાને ે ટેલકમ પાઉડર કે ચોકનો ભૂકો ઘસવાથી ચમકી ઊઠે છે.
હાથી દાંતની વસ્તુઓ જેવી કે ચૂડી, ચૂડલા, માળા, બુટ્ટી વગેરે પીળા પડી ગયા હોય, તો તેને કાચની બરણીમાં રાખીને સૂર્યના તાપમાં થોડા કલાકો સુધી મૂકી રાખવાથી પીળાશ દૂર થઈ જશે.
ચાંદીના વાસણો પરના ડાઘ કાઢવા માટે 1 ભાગ નવસાર, 16 ભાગ સરકો મેળવી, આ મિશ્રણ પ્રવાહીને ફલાલીનના ટૂકડા વડે વાસણ ઉપર ઘસવું. બાદમાં પાણીથી ધોઈ નાખવાથી ડાઘ જતા રહેશે.
ચાંદીના વાસણો કાળા પડયા હોય, તો ટૂથ પાઉડર અને પાણી સાથે ઘસવાથી ચાંદીના વાસણો નવા જેવા થઈ જશે.
ચાંદીના ઘરેણા તમારે ચમકાવવા હોય, તો એના પર કપૂર ઘસો.
ઘરેણાંને સાફ કરવા માટે બાફેલા ચોખાના ઠંડા પાણીમાં એક
કલાક માટે એમાં પલાળીને અને જૂના ટૂથબ્રશથી સાફ કરી નાંખો. ઘરેણાં ચમકી ઊઠશે.