કુકિંગ ટાઈમ

મેંગો બોલ્સ
સામગ્રી :
1 વાટકી કેરીનો રસ
2 વાટકી પનીર
150 ગ્રામ માવો
200 ગ્રામ દૂધ
200 ગ્રામ ખાંડ
100 ગ્રામ ટોપરાનું છીણ
2 ટેબ.સ્પૂન કાજુ પીસ્તાની કતરણ
1 ટેબ.સ્પૂન ઘી
પદ્ધતિ :
સૌ પ્રથમ પનીર અને માવાને છીણીને નાખો.
કેરીના રસમાં પનીર માવો ટોપરાનું છીણ મિક્સ કરી
અને દૂધ નાખી
ગરમ કરવા મુકો. બરાબર હલાવતા રહો મીડીયમ ગેસ રાખો.
ઘટ્ટ થવા આવે એટલે ખાંડ મિક્સ કરો. એકદમ લચકા જેવું થાય એટલે ઘી મિક્સ કરી નીચે ઉતારી લો.
ઠંડુ થાય એટલે તેના નાના-નાના ગોળા વાળી કાજુ પીસ્તા ની કતરણમાં રગદોળો.
મેંગો મેસુબ
સામગ્રી :
1 વાટકી કેરીનો રસ
1 વાટકી મલાઈ
2 વાટકી ખાંડ
પદ્ધતિ :
કેરીનો રસ મલાઈ અને ખાંડ ત્રણે ભેગા કરો
આ ત્રણેને ગરમ કરવા મૂકો મીડીયમ ગેસ પર હલાવતા રહેવું
ઘી છૂટું પડે એટલે ઉતારી લો
થાળીમાં ઘી લગાવી અને થાળીમાં પાથરી દો ઠંડુ થાય એટલે પીસ કરી કાજુ બદામ છાંટી ઉપયોગમાં લો