સોના ચાંદીનો પારંપરિક ઉપયોગ

અક્ષય તૃતીયાએ સોના-ચાંદીની ખરીદી સમજીને કરીએ ડાયમંડ અને સ્ટોન; લેટેસ્ટ ટ્રેન્ડ
અક્ષયતૃતિયામાં સોનાના ઘરેણાં મહિલાઓ ખરીદે છે જેમાં નવી ફેશન પ્રમાણે ડાયમંડ અને સ્ટોનનું પણ ખુબ મહત્વ છે જયારે ડાયમંડની વાત આવે ત્યારે રીયલ ડાયમંડ અને અમેરિકન ડાયમંડ આપણી નજરમાં આવે છે. રીયલ ડાયમંડને લઇને ઘણીબધી જુદી જુદી માન્યતાઓ છે જેમાં અમુક વખતે હીરાને લઇને લોકો અંધશ્રધ્ધા પણ ધરાવે છે. ઘણા લોકો એવું માને છે કે સાચા હિરા તેમને સદતા નથી. ખરેખર જો યોગ્ય હિરો ખરીદવામાં આવે તો તે બધી જ રીતે સોના કરતા વધારે વળતર આપે છે. હિરો એક જાતનો સ્ટોન જ છે પરંતુ તેમાં ઘણી વખત ખરાબી હોય ત્યારે તે હિરો પહેરવો યોગ્ય નથી. સ્ત્રીઓમાં ડાયમંડ જવેલરી ખુબ જ લોકપ્રિય છે. જેના કારણે ઘણીવાર રીયલ ડાયમંડ છોડીને અમેરિકન ડાયમંડ પણ મહિલાઓ પસંદ કરે છે પરંતુ ફકત તેની માન્યતાને કારણે રીયલ ડાયમંડ ન પહેરવો યોગ્ય નથી. હિરા માટે જેમ જુદી જુદી માન્યતા છે તેવી જ રીતે જુદા જુદા કલર સ્ટોન માટે પણ તેવી જ માન્યતા છે. વર્તમાન સમયમાં જુદા જુદા રંગના સ્ટોન ફેશનમાં છે આમ છતાં કેટલીક માન્યતાને કારણે અમુક લોકો સ્ટોનની અવગણના કરે છે. ભારતમાં આપણે લોકો જયોતિષની સુચના પ્રમાણે પણ શુક્ર, ગુરૂ, મંગળ જેવા ગ્રહોના નંગ પહેરતા હોઈએ છીએ અને આ નંગ પહેરવાની પધ્ધતિ પણ જુદી જુદી હોય છે. જયોતિષની માન્યતા પ્રમાણે દરેક રંગની શારીરિક-માનસિક અસર થાય છે. એ વાત જવા દઇએ તો પણ જુદા જુદા રંગના સુંદર સ્ટોનને જવેલરી ખુબ જ મનમોહક લાગે છે. અત્યારના નવા ટ્રેન્ડ મુજબ નવી પેઢી લાઈટ વેઈટ અને ડ્રેસને મેચીંગ જવેલરી પસંદ કરે છે જેમાં સ્ટોન જ મુખ્ય હોય છે. ડાયમંડ તથા સ્ટોનની જે માન્યતા હોય તે છોડીને આપણે મનગમતી સુંદર જવેલરી પહેરી શકીએ. શું તમે જાણો છો ક્યા ઘરેણાં પહેરવાથી કયો રોગ દૂર થાય? આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવ્યા હતાં. આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે. પરંતુ લેટેસ્ટ ફેશન અને ટ્રેન્ડ ના કારણે નવી પેઢીને અમુક અલંકારો ગમતા નથી પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે પરંતુ સ્વાસ્થય પણ અર્પે છે. અને એટલા માટે જ નાના બાળકને પણ કાર્ય કરવાની પ્રથા છે પગમાં ઝાંઝર પહેરાવવાની પ્રથા છે તેમજ કેડે કંદોરા અને હાથમાં કડા પહેરવાની પ્રથા છે ત્યારે તમે પણ જાણી લો આપણી લાઇફસ્ટાઇલમાં કેટલું છે ઘરેણાનું મહત્વ..
ઝાંઝર
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે. માસિક ધર્મ નિયમિત બનાવે છે. પગને શ્રમ ઓછો પડે છે.
કંદોરો
કમરનાં દર્દો દૂર કરે છે. આ સાથે માસિક અને પાચનશક્તિની તકલીફને પણ દૂર કરે છે.
વીંટી
હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે. આમ વીંટી પહેરવાથી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત
મળે છે.
બંગડીઓ
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે. તોતડાપણું દૂર કરવામાં મદદરૂપ થાય છે. હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.
કાનની કડી-બુટ્ટી
કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે. કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામાં 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે. સોના-ચાંદીની શારીરિક અસર
અક્ષય તૃતીયા એટલે વણજોયું મુહૂર્ત છે એ આપણે બધા જ જાણીએ છીએ . આ દિવસે ધર્મકરણી સાથે લોકો નવી ખરીદી પણ કરતા હોય છે. જેમા મોટાભાગે સોનાની વસ્તુ ખરીદવા માટે હંમેશા ઉત્સુક હોય છે .પરંતુ શું આ વિશે વાત તમે જાણો છો સોનાને લક્ષ્મીનું સ્વરૂપ ગણી ને પૂજન પણ કરવામાં આવે છે સોનું એક ધાતુ છે જેનામાં રહેલા ગુણના હિસાબે તેમાંથી બનેલા ઘરેણા શરીર પર ધારણ કરવામાં આવે છે. સોનાની પ્રકૃતિ ગરમ હોવાથી તે શરીરમાં રહેલા અમુક તત્વોને બેલેન્સ કરે છે પોઝિટિવ ઊર્જા આપે છે એ જ રીતે ચાંદી પણ શરીરના અમુક પ્રેશર પોઈન્ટ અંગો પર ધારણ કરવાથી તેને પોઝિટિવ ઊર્જા મળે છે
કોઈ પણ શુભ કાર્યોમાં સોનાની પૂજા કરવામાં આવે છે. સોનાને લક્ષ્મીનું પ્રતીક પણ ગણવામાં આવે છે. તેથી સોનામાં પગ નહીં લગાવવાની ભાવનાથી મહિલાઓ પગમાં સોનું નથી પહેરતી. વિજ્ઞાનનાં દૃષ્ટિકોણથી જોઈએ તો સોનાનાં બનેલા દાગીનાઓની તાસીર ગરમ હોય છે અને ચાંદીની તાસીર શીતળ, જેમ કે આપ જાણો છો કે મનુષ્યનાં પગ ગરમ હોવા જોઇએ અને માથુ ઠંડું. તેથી માથા પર સોના અને પગમાં ચાંદીનાં દાગીના જ પહેરવા જોઇએ. તેથી જ માથા પર ટીકો, ગાળામાં હાર વગેરે પહેરવામાં આવે છે તેજ રીતે પગમાં ઝાંઝર, વીંછીયા, પગપાન વગેરે ચાંદીના હોય છે. ચાંદીમાંથી ઉત્પન્ન થતી ઠંડક માથા સુધી પહોંચે છે અને સોનામાંથી ઉત્પન્ન થતી ઊર્જા પગમાં જાય છે. તેથી પગ ગરમ અને માથું ઠંડું બની રહે છે.
પગમાં ચાંદીની બનેલી વસ્તુઓ પહેરવાથી માણસ ઘણી બીમારીઓથી બચી જાય છે. ચાંદીના ઝાંઝર કે વિંછીયા પહેરવાથી પીઠ, ઘુંટણ, એડીનો દુ:ખાવો અને હિસ્ટીરિયા જેવા રોગોમાં બહુ
રાહત મળે છે.