મા-બાપનો ચહેરો જોઈને છ મહિનાનું બાળક પણ સમજી જાય છે કે તેઓ ગુસ્સામાં છે કે ખુશ !

જિનેવા, તા.17
કહેવાય છે કે બાળક એ ભગવાનનું રૂપ હોય છે. ખાસ કરીને જ્યારે નાના બાળકોના ચહેરા પરની માસૂમિયત જોઈએ તો દિવસભરનો થાક ઉતરી જાય છે. તાજેતરમાં જ એક રિસર્ચ અનુસાર છ મહિનાનું બેબી મા-બાપનો ચહેરો જોઈને જ સમજી જાય છે કે તેના પેરેન્ટ્સ ગુસ્સામાં છે કે પછી ખુશ છે. તેઓ હેપીનેસ અને એન્ગરનેસ વચ્ચેનો ભેદ સારી રીતે પારખી શકે છે.
આ રિસર્ચ અનુસાર બેબી બોલતાં શીખે એ પહેલા જ અલગ અલગ પ્રકારના ઈમોશન્સને ઓળખવાનું શીખી લે છે. યુનિવર્સિટિ ઓફ જિનેવાના આ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે છ મહિનાનું બેબી સાંભળી તેમજ વિઝ્યુલાઈઝ્ડ કરી વ્યક્તિઓના ઈમોશન્સને ઓળખી બતાવે છે. જે વ્યક્તિ શિશુની સંભાળ રાખતું હોય તો બેબી તે મુજબ પોતાના ઈમોશન અને જરૂરિયાતો વ્યક્ત કરે છે.
સ્ટડીમાં એ વાત પણ સામે આવી હતી કે બેબીઝ માત્ર અવાજ અને એક્સપ્રેશન્સ પરથી જ ઓળખી બતાવે છે. જિનેવાના બેબી લેબમાં 24 બેબીઝ પર રિસર્ચ કરાયું હતું. પછી આ વાત સામે આવી હતી. આ સ્ટડીમાં વીસ સેક્ધડ્સ સુધી બેબીઝને હેપી અને એન્ગ્રી અવાજ સંભળાવવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ પરિણામ નક્કી કરવામાં આવ્યું હતું. પરિણામમાં એ વાત સામે આવી હતી કે બેબીઝ એન્ગ્રી વ્યક્તિઓના ફેસ પર ઓછું ફોકસ કરે છે. જ્યારે હેપી ફેસ પર વધારે સમય સુધી જોઈ રહે છે.
આ સ્ટડી દરમિયાન આઈ ટ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. જે પરથી બેબીઝનું લાઈન ઓફ વિઝન નક્કી કરવામાં આવ્યું હતું. આ સ્ટડીમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો હતો કે નવજાત શિશુ કદરૂપા લાગે છે.
આ બેબીઝ છ મહિનાના થાય પછી જ વધારે ક્યૂટ લાગે છે. આમ થવા પાછળનું કારણ તેમનાં ભરેલા ગાલ, મોટી આંખો અને વિચિત્ર અવાજોનો પણ સમાવેશ થાય છે.
સ્ટડીમાં એ પણ જણાવાયું છે કે મોટાભાગના પેરેન્ટ્સને એવું લાગે છે કે બાળકનું તેમની જોડે તરત જ એટેચમેન્ટ થઈ જાય છે. જોકે, ખરેખરમાં એવું હોતું નથી. તાજા જ જન્મેલા બાળકનું પેરેન્ટ્સ સાથે વધારે એટેચમેન્ટ હોતું નથી. જ્યારે બાળક છ મહિનાનું થાય છે પછી જ પેરેન્ટ્સ જોડે ધીમે ધીમે એટેચમેન્ટ થાય છે.