29મીએ ઓપન સૌરાષ્ટ્ર રેપિડ ચેસ ટૂર્નામેન્ટ યોજાશે

ડાયનેમિક ચેસ એકેડમી દ્વારા આયોજન
રાજકોટ તા,17
ડાયનેમીક ચેસ એકેડેમી દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન તા.29 ને રવિવારના સવારના કલાકે, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ-કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ, ખાતે કરાયું છે.
આ ટુર્નામેન્ટ અન્ડર-9, અન્ડર-13 અને અન્ડર-17 એમ કુલ ત્રણ કેટેગરીમાં રમાડવામાં આવશે જે સ્વીસ લીગ પધ્ધતિથી રમાડવામાં આવશે.
એન્ટ્રીફોમ ભરીને તા.27 સુધીમાં- સોમથી શુક્ર સાંજે 4 થી 7 દરમ્યાન ડાયનેમીક ચેસ એકેડેમી શારદા નિવાસ-3, સમર્પણ સોસાયટી, ન્યુએરા સ્કૂલ પાસે રૈયા રોડ ખાતે જમા કરાવવાનું રહેશે. વધુ વિગત માટે કિશોરસિંહ જેઠવા મો. નં. 99252 48251 નો સંપર્ક સાધવાનો રહેશે. ટુર્નામેન્ટને સફળ બનાવવા મનીષ પરમાર, કિશોરસિંહ જેઠવા, હર્ષદભાઇ ડોડીયા, મિતેશભાઇ બોરખેતરીયા, પરીનભાઇ પટેલ, ચેતનભાઇ કામદાર, પિયુષભાઇ જેઠવા, વિપુલભાઇ મકવાણા, હાર્દિકભાઇ પંડયા, નિમિષભાઇ પરીખ તથા ધવલભાઇ સતત જહેમત ઉઠાવી રહ્યા છે.