ભગવાન પરશુરામ જયંતીની ઉજવણીની તડામાર તૈયારીઓ


રાજકોટ, તા.17
આગામી તા.18ના રોજ અખાત્રીજના પવિત્ર દિવસે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ છે. આ ધાર્મિક પ્રસંગને સૌરાષ્ટ્ર-કચ્છના ગામેગામ ખુબજ ભવ્યતાથી ઉજવાય તે માટે આ તકે બ્રહ્મસમાજના અગ્રણીઓ સમસ્ત ભુદેવોને અપિલ કરીએ છીએ અને જણાવીએ છીએ કે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ગામોગામ તેમજ શહેરોમાં શોભાયાત્રા, યજ્ઞ, હવન, બ્લડ ડોનેશન કેમ્પ મહાઆરતી સહીત મહાપ્રસાદ જેવા આયોજનો થાય તે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ભુદેવો આ પરશુરામ જન્મ જયંતિના ઉત્સવને ભવ્યતાથી ઉજવીએ અને યાદગાર બનાવીએ તેમ જીતુભાઈ મહેતાએ પરશુરામ જન્મ જયંતિની ઉજવણીને યાદગાર બનાવવા સૌરાષ્ટ્રભરના ભુદેવોને અનુરોધ કરેલ છે.