23મા નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પના ફોર્મનું વિતરણ શરૂ

રાજકોટ નાગરિક બેન્ક અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજન
રાજકોટ તા,17
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. આયોજીત ‘23’મો નિ:શૂલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનાં ફોર્મનું વિતરણ શરૂ થયું છે અને પ્રારંભીક તબક્કામાં જ સંખ્યાબંધ ફોર્મનું વિતરણ થયું છે.
ફોર્મ વિતરણ સમયે થયેલા ધસારાને અનુલક્ષીને પ્રોજેક્ટ ચેરમેન અને સીએ. ગીરીશભાઇ દેવળીયાએ હાર્દિક અનુરોધ ર્ક્યો છે કે, ‘ધક્કામૂકી કરશો નહિ, હેરાન થશો નહિ, દરેક બાળકને કેમ્પમાં અવશ્ય સમાવેશ કરાશે જ. આ ફોર્મનું વિતરણ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની રાજકોટની તમામ શાખાઓમાંથી થઇ રહ્યું છે. ફોર્મ વિતરણ તા. 25 એપ્રિલ સુધી શરૂ જ છે.’ આ ફોર્મ વિતરણ શુભારંભ સમયે સીએ. ગીરીશભાઇ દેવળીયા (ડિરેકટર-પ્રોજેક્ટ ચેરમેન), જીમ્મીભાઇ દક્ષીણી (પ્રોજેક્ટ ડિરેકટર), લલીતભાઇ વડેરીયા (ક્ધવીનર-રૈયા રોડ શાખા વિકાસ સમિતિ), કૌશિકભાઇ અઢીયા (કોચ અને ફીલ્ડ ઇન્ચાર્જ), કિરીટભાઇ કાનાબાર (વહીવટી ઇન્ચાર્જ), નિલેશભાઇ શાહ (સંયોજક), તેજસભાઇ વ્યાસ (ડી.સી.એમ.-રૈયા રોડ શાખા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. અને સુરક્ષા સેતુ સોસાયટી (રાજકોટ શહેર પોલીસ)ના સંયુક્ત ઉપક્રમે ‘23’માં નિ:શુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનું પોલીસ હેડકવાર્ટર ગ્રાઉન્ડ, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતે સવારે 6.15 થી 8.30 સુધી કેમ્પની તાલીમ યોજાશે. આ કેમ્પમાં 4 થી 16 વર્ષના બાળકો (બોયઝ એન્ડ ગર્લ્સ)ને તાલીમ આપવામાં આવશે.