શહેર ભાજપ દ્વારા આજે ભગવાન પરશુરામજીની મહાઆરતી કરાશે

રાજકોટ,તા.17
સમસ્ત જગતના આરાધ્ય દેવ અને બ્રાહમણોના ઈષ્ટદેવ એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની આવતીકાલે જન્મોત્સવ આવી રહયો છે ત્યારે સૌરાષ્ટ્રભરના ભુદેવોમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે ત્યારે શહેરના કીસાનપરા ચોક ખાતે ભુદેવો દ્વારા પરશુરામ જન્મોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરરોજ રાત્રે 8:00 કલાકે મહાઆરતી ઉતારવામાં આવે છે ત્યારે આજે રાત્રે 8:00 કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ શહેર ભાજપ દ્વારા ભગવાન પરશુરામજીની આરતી ઉતારી ધન્યતા પ્રાપ્ત કરવામાં આવશે તેમજ આ તકે શહેરના તમામ ભુદેવોને ભગવાન પરશુરામ જન્મોત્સવની ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવેલ છે. ત્યારે આ કાર્યક્રમમાં શહેરભરના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેજા જાહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.