રાઉન્ડઅપ

રવિવારે નિ:શુલ્ક દંત ચિકિત્સા તથા આયુર્વેદ નિદાન સારવાર
બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ,9, રઘુવીરપરા, ગરેડીયા કુવા પાછળ આવેલ ટ્રસ્ટના કાર્યાલયમાં દર રવિવારે સવારે 9-30 થી 10-30 સુધી દાંતના વિવિધ પ્રકારના રોગો માટે દંત ચિકિત્સક ડો.બ્રિજેશભાઈ સોનીની સેવાઓ મળે છે. ટ્રસ્ટના દાંત ચિકિત્સાલયમાં પાયોરિયા, દાંતનો સડો, મોઢામાંથી દુર્ગધ આવવી તથા હલતા દાંતો પાડી આપવા વિગેરે સહિતના તમામ દાંતના રોગનું નિદાન તથા સારવાર વિનામૂલ્યે દવાઓ સાથે આપવામાં આવે છે. તેમજ કાર્યાલયમાં રવિવારે સાંજે 3-30 થી 4-30 બાન લેબ પ્રા.લી.ના સંચાલક મૌલેશભાઈ પટેલ તેમજ બજરંગ ટ્રસ્ટના આર્થિક સહયોગથી આયુર્વેદ નિદાન સારવાર કેન્દ્રમાં સાંધા-ચામડી-પેટ-આંતરડા સહિતના વિવિધ પ્રકારના હઠીલા તેમજ અસાધ્ય રોગનું આયુર્વેદિક પધ્ધતિથી આયુર્વેદાચાર્ય ડો.કેતનભાઈ ભીમાણી (એમ.ડી. એવાયયુ) દ્વારા નિદાન કરી દર્દી સાજા ન થાય ત્યાં સુધી ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દવાઓ અપાશે.
કુવાડવામાં કોટક પરિવારના કુળદેવીના મંદિરે સ્નેહમિલન
કુવાડવામાં કોટક પરીવારના કુળદેવી ભવાની માતાજી મંદિરે કોટક પરીવારનું ભવ્ય સ્નેહમીલન કાલે સાંજે 7-30 કલાકે માતાજીની મહાઆરતી બાદ યોજાશે ઉપરાંત મહાપ્રસાદનું આયોજન કરેલ છે.
શુક્રવારે ખોડિયાર માતાજીનો માંડવો
આઈશ્રી કુવાવાળી ખોડીયાર મંદિરે તા.20 ને શુક્રવારના રોજ થાંભલી રોપવાનું મુહુર્ત વહેલી સવારે નિરધારેલ છે. ભાવેશભાઈ રાવળ તથા ધર્મેશભાઈ રાવળ માતાજીના ગુણગાન ગાશે. મહાપ્રસાદ બપોરે 11-30 કલાકથી શરૂ થશે. તો આ પ્રસંગે મંદિરના મહંત ગુરૂ રામપ્રસાદ બપોરે 11-30 કલાકથી શરૂ થશે. તો આ પ્રસંગે મંદિરના મહંત ગુરૂ રામપ્રસાદદાસજી બાપુ તેમજ કુવાવાળી ખોડીયાર મિત્ર મંડળ સર્વે ભકતોને મહાપ્રસાદ લેવા આમંત્રણ પાઠવ્યું છે.
કાલે બીજ મહોત્સવ ઉજવાશે
રાધેશ્યામ ગૌશાળા, રૈયાધાર ખાતે રાધેશ્યામ ગૌશાળા દ્વારા બીજ મહોત્સવ ઉજવાશે. જેમાં કાલે સાંજે 7:30 કલાકે મહાઆરતીનું રાત્રે મહાઆરતીનું રાત્રે 9:00 કલાકે સંતવાણી તથા ભજનનો કાર્યક્રમ રાખેલ છે. તથા રાત્રે 9:30 કલાકે રામાપીરનો પાઠ રાખવામાં આવેલો છે.