ગુજરાત પાસે કૃષિ પેદાશ વધારવા વિપુલ તક

વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સપો સમિટનો પ્રારંભ પ્રથમ દિવસે જ ર000 જેટલા ખેડૂતો ઉમટી પડયા : દેશ વિદેશના ડેલીગેશનની હાજરી
રાજકોટ તા.ર0
ચાર દિવસીય વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટનો પ્રારંભ આજે સવારથી મેયર જૈમનભાઈ ઉપાદ્યાય અને ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટમાં પેહેલા જ દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા અને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રની જાણકારી મેળવી હતી.
રાજકોટના મેયર જૈમનભાઈ ઉપસ્યાએ પણ સૌરાષ્ટ્રના ખેડૂતો અને બીજી તરફ સૌરાષ્ટ્રના ઉદ્યોગના પ્રદાનની વાત કરી હતી.ઓક્ટાગોં કોમ્યુનિકેશન્સ ના સી ઈ ઓ સંદીપ પટેલ અંશ સૌરાષ્ટ્ર મિલર્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે તમામ મહેમાનોને આવકારીને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રનું મહત્વ અંગે પોતાના પ્રતિભાવ અપાય હતા.
સમીર શાહ તેમજ સંદીપ પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ખેડૂતો લક્ષી ઘણી યોજના સૌરાષ્ટ્ર માં આવશે અને ખાસ કરીને મગફળીમાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે હજુ ઘણી પુષ્કર તકો છે અને મગફળીમાંથી જે બાય પ્રોડક્ટ બનશે તે અંગે પણ કનેડર સરકાર સાથે વાટાઘાટો ચલાવીને નવો પ્રોસેસિંગ યુનિટ રાજકોટમાં શરુ થઇ તેવા પ્રયત્ન પણ હાથ ધરવામાં આવશે જેમાં પીનટ બટર ની ડિમાન્ડ આવનારા દિવસોમાં રહેશે તે અંગે પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
આ સમિટના આયોજક ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલે જણાવ્યું હતું ગુજરાત પાસે કૃષિ પેદાશ વધારવા માટે હજુ પણ વિપુલ તક છે અને તેનો વ્યાપ કેવી રીતે વધારવો તેની પણ ચર્ચા થશે અને સાથોસાથ ખેડૂતોએન આધુનિક ટેક્નોલોજીથી પણ માહિતગાર કરવામાં આવશે અને સાથોસાથ ખેતીમાં કેવી રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે થઇ શકે તેના પાર પણ મુકવામાં આવ્યો છે.
આજે પેહેલા દિવસે જ ખેડતુંતો પણ સવારથી જ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને વિવિધ સ્ટોલ ની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી અંદાઝે 2000 જેટલા ખેડૂતો આજે પેહેલા જ દિવસે આવી પહોંચ્યા હતા.
આ વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર સમીટમાં મગફળી મહોત્સવનું પણ અનોખુ આકર્ષણ રહેશે. જેનો મુખ્ય હેતુ મગફળી ના ઉત્પાદન માંથી બીજી પેદાશો જેવી કે, બેવરેજીસ, કોશ્મેટીક્સ, પેઈન્ટ્સ, સ્ટેઈન્સ, સ્ટોક ફૂડ્સ, ડ્રાય કોફી, બટર, માયોનીજ, દવાઓ જેવી અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે અને સૌરાષ્ટ્રની મગફળીનેવિશ્વકક્ષાની વસ્તુઓમાં વાપરી શકાય છે.