જે.ડી. ભાતેલીયા સ્મૃતિ સંસ્થાન દ્વારા બહેનો માટે નિ:શુલ્ક આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ

કેમ્પમાં ફકત વિનામૂલ્યે નિદાન કરી અપાય છે
રાજકોટ,17
સ્વ.જે.ડી.ભાતેલીયા સ્મૃતિ સંસ્થાનના ઉપક્રમે તથા નેશનલ યુથ પ્રેાજેકટના ડાયરેકટર ડો.એસ.એન સુબ્બારાવજી(ભાયાજી) ના 89 માં જન્મ વર્ષ નિમીતે સ્વ.જે.ડી. ભાતેલીયાની પાવન સ્મૃતિમાં ગુરૂવાર, તા.19,4,18 ના ડો.જાગૃતિબેન પી.લિમ્બાચીયાને ત્યાં શિવધામ શોપ નં. 1, પુષ્કરધામ, વિમલનગર મેઈન રોડ, ડી.એચ.એલ. વિદ્યાલય પાસે સવારે 10:30 થી 12:15 અને સાંજે 5:30 થી 6:30 વાગ્યા સુધી બહેનો માટે નિ:શુલ્ક આયુર્વેદીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ભારત જોડો સાયકલ યાત્રી (9000 કિ.મી) રાજેશ જે. ભાતેલીયાના માર્ગદર્શન હેઠળ કરાયો છે. કેમ્પમાં ડો.જાગૃતિબેન પી.લિમ્બાચીયા સેવા આપશે. કેમ્પને સફળ બનાવવા માટે સરયુ એસ.તન્ના, દર્શિત આર. ભાતેલીયા, મૌલિક ચંદ્રેશભાઈ તન્ના જહેમત ઉઠાવી રહયાનું હિતેષભાઈ એ.ભાતેલીયાના યાદી જણાવે છે. તેમજ ડોકટરે લખી આપેલી દવા મહતમ ડીસ્કાઉન્ટ આપતા મેડીકલ સ્ટોરમાંથી ખરીદવા સજેશન કરાયું છે. નારાયણી ફાર્મસીના અકબરભાઈ પટેલ વિશેષ માર્ગદર્શન આપી રહ્યા છે. તેમ વહિદ મારફાણીની યાદીમાં જણાવાયું છે.