નવયુગ ક્ષત્રિય સંગઠનના હોદ્દેદારોની કરાઇ નિમણુંક


રાજકોટ તા.17
રાજકોટમાં ભોમેશ્ર્વર વિસ્તાર ખાતે નવયુગ ક્ષત્રિય સંગઠનની પાક્ષિક બેઠક મળી જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે યશપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે કિરણસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા, સંગઠન મંત્રી તરીકે ધીરેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા તેમજ સનતસિંહ જયરાજસિંહ ચુડાસમા (દેવચડી), મહામંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ જગદીશસિંહ ગોહિલ (બજુડ), મંત્રી તરીકે નરેન્દ્રસિંહ માધુભા ચૈહાણ (ઉભડા), સહમંત્રી તરીકે મોહિતરાજસિંહ હરીશસિંહ સોલંકી (બાલાગામ), જયરાજસિંહ હરપાલસિંહ જાડેજા (વાણીયાગામ) તેમજ વિશ્ર્વરાજસિંહ કિરણસિંહ ગોહિલ, ખજાનચી તરીકે બ્રિજરાજસિંહ તનુભા જાડેજા (ચાંદલી) સાંસ્કૃતિક રમતગમત કમીટીના ક્ધવીનર તરીકે ધર્મેન્દ્રસિંહ મુળુભા જાડેજા (રીબડા), મીડિયા/સોશ્યલ મીડિયાના ક્ધવીનર તરીકે મેઘદીપસિંહ પ્રવિણસિંહ વાઘેલા, મેડીકલ સહાયક તરીકે ભગીરથસિંહ સુખદેવસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે તેમજ માર્ગદર્શક સમિતિના સભ્યો તરીકે યુવરાજસિંહ ચંદ્રસિંહ સરવૈયા, વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા, ડો.પ્રદ્યુમનસિંહ લખુભા ગોહિલ, દેવેન્દ્રસિંહ રાણા, દિગપાલસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી.
આ પ્રસંગે ધીરેન્દ્રસિંહએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજરોજ હોદ્દેદારોની વરણી થતાં આખુ માળખુ રચાય ગયું છે અને હવે સમાજના કાર્યો કરવામાં પણ સરળતા થશે અને કાર્યોની વહેચણી થઇ જશે. હમણાં થોડાક સમય પહેલા જ ભોમેશ્ર્વર વિસ્તારના ક્ષત્રિય સમાજના દીકરા હરપાલસિંહ રાણાને તાવમાં આંચકી આવતા દશા શ્રીમાળી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ જેથી નવયુગ ક્ષત્રિય સંગઠન પાસે આ માહિતી આવતા આખી ટીમ તેમની મદદ કરવામાં લાગી ગયેલ, જેમણે દાતાઓના સહયોગથી રપ000 રૂપિયાની આર્થિક સહાય કરેલ અને તાત્કાલીકમાં અમૃતમ કાર્ડ પણ કઢાવી આપેલ માટે નવયુગ ક્ષત્રિય સંગઠન સર્વે દાતાઓનો ખુબ આભાર માને છે.