સોરઠીયા પ્લોટમાં એસપીજી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, પરેશ ગજેરા, એપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ અને ઉમિયાધામના ટ્રસ્ટી જેરામભાઇ પટેલની રકતતુલા કરાઇ રાજકોટ,તા.17
રાજકોટમાં મવડી પ્લોટ ખાતે બાપા સીતારામચોક પાસે સોરઠીયા પ્લોટમાં સરદાર પટેલ સેવાસદન દ્વારા રકતદાન કેમ્પનું આયોજન ગત તા.15/4ના રોજ કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં 2303 બોટલ રકતદાન કરી એસપીજી દ્વારા વર્લ્ડ રેકોર્ડ કરાયો હતો અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઇ પટેલ, ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરા અને ઉમિયાધામ ટ્રસ્ટના જેરામભાઇ પટેલની રકતતુલા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં એસ.જી.પી. ગૃપના જસમતભાઇ પીપળીયા યતીનભાઇ રોકડ, અશ્ર્વિનભાઇ મોલીયા તથા સમગ્ર ગૃપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.