રાજમાર્ગો પરથી 380 બોર્ડ બેનરો જપ્ત

વધુ 41 રેકડી કેબીન હટાવી : 392 પરચુરણ ચીજ વસ્તુઓ અને 90 કીલો ઘાસચારા સહિતનો સામાન જપ્ત કર્યો
દબાણકર્તાઓ પાસેથી 1.26 લાખની વસુલાત કરાઈ રાજકોટ તા,17
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: 09 થી 15/04/2018 ના રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો, ધાસચારો-લીલું-ફૂલ તથા બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.
રસ્તા પર નડતર 41 રેંકડી-કેબીનો જામનગર રોડ, કુવાડવા રોડ, 150 ફૂટ રીંગ રોડ, ગોવીન્દબાગ મેઈન રોડ, હનુમાન મઢી, રૈયા રોડ, છોટુનગર, લક્ષ્મીનગર હો. ઝોન, રેલ્વે સ્ટેશન રોડ, જૂની કલેકટર ઓફીસ, પુષ્કરધામ, કાલાવડ રોડ, જયુબેલી, ઢેબર રોડ, હોસ્પિટલ ચોક, યાજ્ઞિક રોડ, કેશરીપુલ, શ્રધ્ધાપાર્ક, મવડી રોડ, રામાપીર ચોકડી વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી 392 અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે ભૂતખાના ચોક, શાસ્ત્રીમેદાન, ટાગોર રોડ, કાલાવડ રોડ વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી, 574 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, ધરાર માર્કેટ, જંકશન રોડ, રામાપીર ચોક, કાલાવડ રોડ અને જયુબેલી માર્કેટ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોક અને આજીડેમથી 90 કી.ગ્રા. ધાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ/- 1,26,900/- વહીવટી ચાર્જ યાજ્ઞિક રોડ, કુવાડવા રોડ, રૈયા રોડ, ગાયત્રીનગર, 150 ફૂટ રીંગ રોડ, મોરબી રોડ, ટાગોર રોડ, જામનગર રોડ, કેશરીપુલ, જંકશન રોડ, આજીડેમ, મવડી રોડ, યુનિ. રોડ, 80 ફૂટ રોડ, પેલેસ રોડ, કેનાલ રોડ, અટીકા, ભાવનગર રોડ, સંતકબીર રોડ, રેસકોર્ષ, પુષ્કરધામ, ચુનારાવાડ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ 12 હોકર્સ ઝોન ધરાર માર્કેટ, અટલબિહારી ઓડીટોરીયમ, મોરબી રોડ, ગોવીન્દબાગ, દેવપરા, ભક્તિનગર સર્કલ, ન્યારી ફિલ્ટર, હેમુ ગઢવી, મોરબી રોડ, આજીડેમ, શ્રધ્ધા પાર્ક અને મવડી રોડ હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં નડતર રૂપ એવા 380 બોર્ડ-બેનરો સંતકબીર રોડ, દૂધ સાગર રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.