પ્રતિબંધિત પ્લાસ્ટીક રાખતા ર0 વેપારીઓ દંડાયા

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત પર્યાવરણ વિભાગની કાર્યવાહી 4 કિલો પ્લાસ્ટીક જપ્ત, રૂા.6 હજાર વહીવટી ચાર્જ વસુલાયો : ન્યુસન્સ ફેલાવતા ધંધાર્થીઓને ડસ્ટબીન અપાયા
રાજકોટ તા.17
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથી જાહેરમાં કોઇ5ણ સ્થળે કચરો ફેકવા 5ર પ્રતિબંઘ કરેલ હોવા છતા અમુક આસામી/દુકાનદારો દ્વારા જાહેર રસ્તામાં, મુખ્ય માર્ગોમાં તેમજ સર્કલમાં કચરો, એંઠવાડ, ફેકવામાં આવતા નિચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ પ્રતિબંઘીત પ્લાસ્ટીક બેગ્ઝ જપ્ત કરવામાં આવેલ છે.
વન વીક વન રોડ સફાઇ ઝુંબેશના ભાગ રૂપે માન. કમિશ્નર સાહેબના આદેશ અન્વયે વેસ્ટ ઝોન ખાતે આવેલ ગોંડલ રોડ ચોકડી થી બીગ બઝાર સુઘીના વિસ્તાર 5ર આજરોજ વન-ડે- વન રોડ કાર્યક્રમ અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ગોંડલ રોડ ચોકડી થી બીગ બઝાર સુઘીના વિસ્તાર ની સફાઇ કુલ 28 સફાઇ કામદારો તેમજ 1 ટ્રેકટર 1 કારગો સાથે રાખીને ઝુંબેશ રૂપે સફાઇ કામગીરી કરવામાં આવેલ છે.
ગોંડલ રોડ ચોકડી થી બીગ બઝાર સુઘીના વિસ્તાર સફાઇ થયાબાદ જાહેરમાં કચરો ફેંકવા સબબ તેમજ ડસ્ટ બીન ન રાખવા સબબ અને પ્રતિબંઘીત પ્લાસ્ટીકનો વ5રાશ કરવા સબબ કુલ 17 આસામીઓ પાસેથી કુલ રૂપીયા 6,000/- (છ હજાર પુરા) વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ કુલ 6 ડસ્ટબીન ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલ (પ્રતિ ડસ્ટબીન રૂપીયા- 517) અને 4 કીલો પ્રતિબંઘીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલ. ઉ5રોકત કામગીરીમાં મુખ્યત્વે ગોંડલ રોડ ચોકડી થી બીગ બઝાર સુઘીના વિસ્તાર 5ર આવેલ 20 જેટલી દુકાનો માં પ્લાસ્ટીક તેમજ ડસ્ટ બીન ન રાખવા સબબ વહિવટી ચાર્જ વસુલ કરેલ. ઉ5રોકત કામગીરી કમિશ્નર સાહેબશ્રી તેમજ નાયબ કમિશ્નરશ્રી જાડેજા સાહેબ ના હુકમ અન્વયે નાયબ 5ર્યાવરણ ઇજનેર દિગ્વીજયસિંહ તુવર ની હાજરીમાં આસી. ઇજનેર ભાવેશભાઇ ખાંભલા અને રાકેશ શાહ તેમજ સેનેટરી ઇન્સ્પેકટર કૈાશીક ઘામેચા, અને સેનેટરી ઇબ. સન્સ્પેકટર સંજય ચાવડા, ગૈાતમચાવડા, વિશાલ કા5ડીયા બાલીભાઇ દ્વારા કરવામાં આવેલ છે.