GSTR-1માં 500થી વધુ એન્ટ્રી કરતા એરર

ગાંધીજીના ત્રણ બંદર બની તમાસો જોતું તંત્ર, ધંધાર્થીઓ હેરાન-પરેશાન દર મહિને રજૂઆત કરવા છતા તંત્રના પેટનું પાણી હલતું નથી; :અમારા હાથમાં સત્તા નહી હોવાનું રટણ
રાજકોટ,તા.17
જીએસટીનો અમલ થયો ત્યારથી આ કાયદો વિવાદમાં રહ્યો છે અને શરૂઆતમાં વેપારીઓ, વિવિધ એસોસિએશન દ્વારા આંદોલનો કરવામાં આવ્યા હતા. તેમાં પણ એક મહિનામાં ચાર રિર્ટન ભરવાના કાયદાથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો જીએસટીની સાઇટ નહી ચાલતા વેપારીઓને પરેશાની થઇ રહી છે અને જીએસટીઆર-1માં 500થી વધુ અરજીઓ રિર્ટન ફાઇલ કરવાથી એરર આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જીએસટી તંત્ર પણ ગાંધીજીના ત્રણ બંદર બની તમાસો જોઇ સુતું છે આ બાબતે દર મહિને રજૂઆત કરવા છતા તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી અને અમારા હાથમાં સત્તા નહી હોવાનું રટણ કરે છે.
જીએસટીના કાયદામાં દર મહિને ચાર રિટર્ન ફાઇલ કરવાની જોગવાઇ છે જેમાં જીએસટીઆર-1, જીએસટીઆર-2, જીએસટીઆર-4 અને ટ્રાન્સ-1 ભરવાનું હોય છે તેમાં જીએસટીઆર-1માં વેપારીએ વેચાણ કરેલી વસ્તુઓની વિગત દર્શાવવાની હોય છે અને તેના રિર્ટન ભરવાના હોય છે પરંતુ જીએસટીઆર-1માં દર મહિને રિર્ટન ભરવામાં મુશ્કેલી થઇ રહી છે અને 500થી વધારે એન્દ્રી કરવાથી એરર આવે છે જેના કારણે વેપારીઓ પરેશાન થઇ ગયા છે.
જીએસટીના અમલથી આ સમસ્યા હોય વેપારીઓ દ્વારા દર મહિને જીએસટી તંત્રમાં રજૂઆત કરવામાં આવે છે પરંતુ જીએસટીના અમલને થોડા મહિનામાં એક વર્ષ પૂરૂ થવા આવશે છતા પણ આ પ્રશ્ર્નનો નિકાલ કરવામાં આવ્યો નથી અને વેપારીઓની રજૂઆતોને ગણકારતા પણ નથી અને એક મૂક પ્રેક્ષક બની માત્ર વેપારીઓને થતી હેરાનગતી નિહાળી રહ્યા હોવાની હૈયાવરાળ વેપારીઓ ઠાલવી રહ્યા છે. અધિકારીઓને વારંવાર કહેવાથી અમારી પાસે સત્તા નથી કહી જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાની રાવ વેપારીઓમાં ઉઠવા પામી છે.
જો 500થી ઓછી એન્ટ્રી હોય તો રિટર્ન ફાઇલ થાય છે પરંતુ એરર તો તેમા પણ બતાવે છે પરંતુ તે પ્રશ્ર્નનું નીરાકરણ થઇ શકે તેમ છે જીએસટી તંત્ર અને સરકારની બેધારી નીતિથી વેપારીઓના ધંધા ઉદ્યોગ પર અસર પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.