વિશ્ર્વના કોઇ વ્યક્તિ પદાર્થ કે પરિસ્થિતિમાં સુખ આપવાની તાકાત નથી : પૂ.યોગતિલકસૂરિશ્ર્વરજી મ.સા.

ગઇકાલની ચર્ચા વિચારણાથી આપણે એટલુ નક્કી કરી ગયા કે સુખ-દુ:ખ એ મનનો વિષય છે. ઘટના સરખી બને છતા એમાં કોઇક વ્યક્તિને સુખ લાગે અને કોઇક વ્યક્તિને દુ:ખ લાગી ઘણા યુવાનો ફેશનના નામે શરીર ટેટુ બનાવડાવે એટલે સોય મરાવી મરાવીને રાજી થાય. તો સુખ કયાં? શરીરની અનુકૂળતામાં કે સોય ખાવામાં? કરોડપતિની ક્ધયા હોય, ઘરમાં બધુ જ અનુકુળ હોય છતા મન બીજે ગયું તો અન્ય કોમના છોકરા સાથે ઝુંપડામાં રહેવા તૈયાર છે સુખ કયાં છે? બંગલામાં કે ઝુંપડામાં?
ટુંકમાં વિશ્ર્વનો કોઇ પદાર્થ, વ્યક્તિ, પરિસ્થિતિમાં સુખ આપવાની તાકાત નથી. કોઇ વ્યક્તિ, પદાર્થ, પરિસ્થિતિમાં દુ:ખ આપવાની તાકાત નથી. તમારા મનમાં જે બેઠુ તેવું થાય તે સુખ અને તમારા મનમાં બેઠુ તેવું ન થાય તો દુ:ખ’.
વર્ષો પૂર્વે ભતૃહરી નામનો અત્યંત શક્તિશાળી રાજા થયો હતો. તેના નગરમાં એક વ્યક્તિને અમરફળ મળ્યું. આ ફળ એવું હોય કે જેના સેવન દ્વારા શરીરમાં ધાતુઓ ફુલફીલ થાય જેથી આયુષ્ય પુરુ ભોગવાય એ માણસે વિચાર્યુ કે આનું શું કરીશ? નગરના રાજા શ્રેષ્ઠ છે, તે વાપરશે તો પ્રજાનું ભલુ કરશે માટે રાજાને ધરે છે.
રાજામાં બધુ ટોચનું હતું પરંતુ રાણી પિંગળાના અત્યંત રાગી હતા. પિંગળા મરી જશે પછી મારા જીવનનો શું મતલબ? માટે રાજા અમરફળ રાણીને આપે છે.
રાણીને આવો પ્રેમાળ, શક્તિશાળી રાજા મળ્યો છે છતાં તેનું મન બે કોડીના હાથીનો સંભાળનાર મહાવતમાં છે તો અમરફળ એને આપે છે. સુખ કયાં છે? રાજામાં કે મહાવતમાં? મહાવતને રૂપરૂપનો અંબાર રાજાની રાણી મળી છે છતા એનું મન વેશ્યામાં છે. તો એને મળેલ ફળ વેશ્યાને આપે છે. સુખ કયાં છે? રાણીમાં કે વેશ્યામાં?
વેશ્યા લાયક હતી માટે વિચારે છે કે મારુ જીવન તો શરીર ચૂંથીને જીવવાનું છે, આનો શું ફાયદો, રાજા સારો છે. માટે વેશ્યા રાજાને ફળ આપે છે. ભતૃહરી પાસે ફરી અમરફળ આવ્યુ. તે માસ્ટર છે. તેને બધી જ ખબર પડી ગઇ પછી તે વિચારે છે કે આમાં ગુન્હો નથી. પિંગળાનો નથી મહાવતનો મારા કામનો છે. માટે કામ જ ન જોયે. રાજપાટ છોડીને સન્યાસ સ્વીકાર્યો. પછી એને વૈરાગ્ય શતકનામનો ગ્રંથ જે આજે પણ મૌજુદ છે તેની રચના કરી. તે વાંચો તો લાગે કે કોઇ જૈન મહાપુરૂષની રચના છે. કારણ કે જૈન ધર્મ કોઇ સાંપ્રદાયીક કુંડાળુ નથી. પણ જે યુનિવર્સલ લો’ છે. તેનો સ્વીકાર એજ ધર્મ દુનિયાનો કોઇપણ વિચારક, ઓપનમાઈન્ડ વ્યક્તિ તે સમજે તો એને લાગે કે સુખી થવું હોય તો આજ કરાય. તો જે પદાર્થમાં મને સુખ દેખાય તેમાં મન ચોંટે અને સુખ દેખાય પછી બીજા પાસે વધારે હોય તો દુ:ખ લાગે અને ઓછી હોયતો સુખ અનુભવાય. બરાબરને આ વાત તમે વિચારો તો સમજાશે. ટેકનીકલ વાતો છે તમે બરાબર વિચારો, મગજ દોડાવો. થોડા દિવસમાં આપણે મનનો એમઆઈઆર કરી દેવો છે ને દુ:ખ શેનાથી થાય છે તે ડીટેકટ કરીને તે દુર કરીને સુખી થવું છે.