પૂ.ધીરગુરૂના અનુગ્રહે વિરારમાં ઉપાશ્રય નિર્માણમાં દાનની સરવાણી


શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ-વિરાર (વેસ્ટ) ખાતે નૂતન જૈન ઉપાશ્રયનું આયોજન કરાતાં પૂ.શ્રી ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહથી મુખ્ય નામકરણનો લાભ કચ્છ-માંડવી નિવાસી ગુલાબબેન કાનજીભાઇ મહેતાની સ્મૃતિમાં 23વર્ષથી વરસી તપ કરનાર મહેન્દ્રભાઇ અને ધનલક્ષ્મીબેન મહેતા-ઘાટકોપરવાળાએ લીધેલ છે. વ્યાખ્યાન હોલનો ભારતીબેન સુમતિભાઇ અજમેરા (જોરાવરનગર)અને રેખાબેન હસમુખભાઇ શાહ, નવકારમંત્ર તકતીનો લાભ ઉર્મિલાબેન નરોતમદાસ શેઠ અને પ્રવચન પાટનો લાભ રુખાબેન મહેન્દ્રભાઇ ગોસલીયાએ લીધેલ છે. ગૌતમ ગૌચરી ગૃહ, સ્વાધ્યાય ગૃહ વગેરે સંકુલમાં લાભ લેવા અપીલ કરેલ છે. વધુ વિગત માટે દિપ્તિ શાહ મો.9323631047નો સંપર્ક કરવા જણાવાયું છે.