ઉવસગ્ગહરં સાધના ભવનમાં યુવા સંસ્કાર શિબિરનું આયોજન

પૂ.નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી  તા.17 મે થી ર1 મે દરમિયાન યોજાનાર શિબિરમાં 1પ થી 30 વર્ષની યુવતીઓ જોડાઇ શકશે રાજકોટ તા.17
ફાસ્ટફુડ, ફાસ્ટ મની અને ફાસ્ટ લાઇફમાં જીવી રહેલી આજની યુવા પેઢી જ્યારે કુસંસ્કારીતા તરફ પણ ફાસ્ટ સ્પીડમાં જઇ રહી છે ત્યારે એમના માનસને સંસ્કારીત કરીને સત્યની દિશા ચીંધવા માટે આયોજીત કરવામાં આવી છે યુવા સંસ્કાર શિબિર. રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની સુશિષ્યાઓ પૂજ્ય પરમ સંબોધિજી મહાસતીજી આદિઠાણાં - 11 ના સાનિધ્યે 1પ થી 30 વર્ષની યુવતીઓ માટે બેજોડ એવી યુવા સંસ્કાર શિબિરનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું છે.
આજની યુવતીના માનસમાં અગત્યના સ્થાને સત્ય, કુસંસ્કારોના સ્થાને સંસ્કારો, આક્રોશ અને આવેગના સ્થાને શાંતિ અને આસ્થાના બીજનું આરોપણ કરાવી દેનારી આ વિશિષ્ટ શિબિરમાં આજના સમયના એજયુકેટેડ મહાસતીજીઓ અમુલ્ય માર્ગદર્શન આપીને શિબિરાર્થીઓની લાઇફને યુ ટર્ન આપશે.
વિવિધ પ્રકારની ધ્યાન સાધના, અચરજ પમાડી દે તેવા પ્રેકટીકલ પ્રયોગો, આોડીયો વિઝયુઅલ ડેમોસ્ટ્રેશન, યોગા, ગેમ્સ, મેલડીયસ ભકિત સ્થવના, બોધ પ્રવચન આદિ અનેક પ્રકારની વિવિધતા સાથેની આ શિબિર ઉવસગ્ગહર સાધના ભવન રાજકોટમાં 17 મે થી ર1 મે ર018 પાંચ દિવસ માટે આયોજીત કરવામાં આવી છે. શિબિરમાં જોડાવા ઇચ્છુક યુવતીઓએ પોતાના ફોર્મ્સ 1પ-પ સુધી શ્રી ઉવસગ્ગહર સાધના ભવન કાલાવડ રોડ ખાતે સબમીટ કરવાના રહેશે. ઉપરાંતમાં ૂૂૂ.ાફફિતમવફળ.જ્ઞલિ પરથી પણ ફોર્મ ભરી શકાશે.
શિબિરાર્થીઓએ શ્ર્વેત વસ્ત્રો પહેરવા ફરજીયાત છે. પોતાનું બેડીંગ સાથે લાવવાનું રહેશે. 16-પ-ર018 સાંજે 6 કલાક સુધી શિબિરના સ્થળે પહોચવાનું રહેશે અને રર-પ સવારે પાછા જઇ શકાશે. વધુ વિગત માટે સંપર્ક : 90048611પ7/97