નવ વર્ષની દિકરીનો દેહ અભડાવનાર હવસખોર શખ્સ બે દિવસના રિમાન્ડ પર


મેડીકલ ટેસ્ટમાં પાસ, સજ્જડ પુરાવા એકત્ર કરાશે: પી.આઈ.સાપરા
રાજકોટ તા.17
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર જણાવનાર ગાંધીગ્રામની નવ વર્ષની દિકરી પર ત્રણ-ત્રણ વખત બળાત્કાર કરસ સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય આચરનાર નરાધમ ભરવાડ શખ્સના બે દિવસના રિમાન્ડ મંજુર થતા મેડીકલ ટેસ્ટ સહિતની કામગીરી કરી પુરાવા એકત્ર કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાની નવ વર્ષની દિકરીને ટોળી જોવાના બહાને રૂમમાં લઈ જઈ પખવાડિયયા દરમિયાન ત્રણ-ત્રણ વખત દુષ્કર્મ ગુજારી એક વખત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર નરાધમ મુરલી ભરવાડને યુનીવર્સીટી પોલીસે રૈયાધાર મફતીયાપરામાંથી ઝડપી લઈ મહિલા પોલીસને સોંપતા પી.આઈ.પી.બી. આપરા. પીએસઆઈ યશોદાબેન શૈલેષભાઈ કોરાટ સહિતના સ્ટાફે તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસે મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ વધુ સજ્જડ પુરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરી છે.