શનિવારે ધો.5ના 6214 છાત્રોની જવાહર નવોદય પરીક્ષા


કરણસિંહજી, ચૌધરી અને રાષ્ટ્રીય શાળા પરીક્ષાનું આયોજન 2 કલાકનું પેપર, 100 માર્કના વૈકલ્પિક પ્રશ્ર્ન
રાજકોટ તા,17
કેન્દ્ર સરકારની યોજના દ્વારા લેવાતી ધો.5ના વિદ્યાર્થીઓની જવાહર નવોદય પરિક્ષાનું 21મીએ આયોજન કરાયુ છે. મોરબી જિલ્લા સહિત 25 કેન્દ્રોમાં પરિક્ષા લેવાશે. 6214 વિદ્યાર્થીઓ આ પરિક્ષા આપશે.
ધો.5માં ભણતા અને આગામી નવા સત્રથી ધો.6માં ભણવાજતા વિદ્યાર્થીઓની કેન્દ્ર સરકારની યોજના દ્વારા ખાસ પરિક્ષાનું આયોજન કરવામાં આવે છે. 21 એપ્રિલને શનિવારે જવાહર નવોદય પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલ, ચૌધરી હાઈસ્કૂલ અને રાષ્ટ્રીય શાળા મળી કુલ ત્રણ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ પરિક્ષામાં ગ્રામ્યમાંથી 60 ટકા વિદ્યાર્થીઓ અને બાકીના 40 ટકા વિદ્યાર્થીઓ શહેરમાંથી લેવામાં આવે છે. પુનાથી પરિક્ષાનું મુખ્ય આયોજન કરાય છે. રાજકોટ જિલ્લામાંથી 300 જેટલા વિદ્યાર્થીઓ લેવામાં આવે છે. મેરિટલિસ્ટ ઉપર વિદ્યાર્થીઓની પસંદગી થાય છે. પરિક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનો ધો.6થી 10નો ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડે છે. વિદ્યાર્થીઓને સીબીએસઈ સ્કૂલ પ્રવેશ આપી ધો.10 સુધી ભણાવવામાં આવે છે.