રાજકોટને એઈમ્સ અપાવવા માટે સૌરાષ્ટ્રભરમાં ચલાવાશે જાગૃતિ અભિયાન


સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની સામાન્ય સભામાં લેવાયો નિર્ણય
રાજકોટ , તા,17
સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની શહેર શાખાની મળેલી સામાન્ય સભામાં ભારત સરકાર દ્વારા એઈમ્સ રાજકોટને જ મળે તે માટે સૌરાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન ચલાવવા અને ભાવી કાર્યક્રમો તૈયાર કરવા સર્વપક્ષિય બેઠક બોલાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે એઈમ્સ માટે રાજકોટ તમામ પાયાની જરૂરીયાત અને સુવિધા ધરાવે છે. વહીવટી તંત્રનો રિપોર્ટ પણ સાનુકુળ છે ત્યારે રાજકારણ એક બાજુ રાખી માત્ર ને માત્ર સૌરાષ્ટ્રની જનતાના વિશાલ હિતમાં એઈમ્સ રાજકોટને મળે તે માટે અને 2018માં મળે તે માટે જ વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવાનાી જરૂર છે.
આ બેઠકમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ જયંતીભાઇ કાલરીયા, અગ્રણી સલાહકારો સુધીરભાઇ જોશી અને યશવંતભાઇ જનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ સિટી શાખાના નવા ચેરમેન અને સંયોજક તરીકેની વરણી કરવાની સત્તા યશવંતભાઇ જનાણી અને મહેશભાઇ નગદીયાને સોંપવામાં આવેલી.ડ
આ પ્રસંગ કાર્યકારી પ્રમુખ જયંતીભાઇ કાલરીયાએ સૌરાષ્ટ્રના પ્રાણપ્રશ્ર્નોના ઉકેલ માટે નવી પેઢીને આગળ આવવા અપીલ કરતા જણાવેલ કે અમે પરિષદનું સૌરાષ્ટ્રવ્યાપી નેટવર્ક કામ કરતુ કરવા માંગીએ છીએ. જયારે પરિષદના વરિષ્ઠ અગ્રણી સુધીરભાઇ જોશીએ જણાવ્યું હતું કે વિકાસની વાતો અને વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રના પાયાના પ્રશ્ર્નોને આપણે ભુલી ગયા છીએ.
આ બેઠકમાં જીમ્મીભાઇ અડવાણી, પ્રી.કે.એમ.માવાણી, સુરેશભાઇ ચેતા, મહેશભાઇ નગદીયા, બલવંતભાઇ ચૌહાણ, દિવ્યેશભાઇ સાકરીયા, હિંમતભાઇ લાબડીયા, હસમુખભાઇ કોટેચા, ડો.શાંતિલાલભાઇ વિરડીયા નલીનીબેન ઉપાધ્યાય સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.