દેરડીકુંભાજી ગામે સગીર બાળક ઉપર સૃષ્ટિ વિરુઘ્ધનું કૃત્ય


સગીર બાળક અણસમજ ધરાવતો હોય ત્રણ શખ્સો મોટરસાઇકલ પર બેસાડી અપહરણ કરી ગયા હતા
ગોંડલ, તા.17
ગોંડલ તાલુકાનાં દેરડીકુંભાજી ગામે શ્રમિક પરિવારના પણ સમજ ધરાવતા સગીર બાળકોનું ત્રણ શખ્સોએ અપહરણ કરી જઇ તેમાંના એક શકશે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે શ્રમિક પરિવાર અનુસૂચિત જાતિના હોય એસ્ટ્રોસીટી એસ્ટ્રોસીટી એકટનો પણ ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાનાં દેરડીકુંભાજી ગામે રહેતા અને મજુરીકામ કરી ઘર ગુજરાન ચલાવતા અનુસુચિત શ્રમિક પરિવારના અણસમજ ધરાવતા સગીર બાળક ને ગામમાં જ રહેતો ભરત ઉર્ફે ડઘુ કાળુભાઇ બાબરીયા તેમજ બે અજાણ્યા શખ્શો મોટરસાયકલ ઉપર અપહરણ કરી ગયા હતા અને ભરતના ઘરે લઈ જઈ પલંગ સાથે બાંધી લોખંડનો સળિયો બતાવી ધાક ધમકાવ્યો હતો, બાદમાં ભરતે સગીર બાળક સાથે દુષ્કર્મ આચર્યું હતું આ અંગેની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આઇ.પી.સી.કલમ 363, 365, 377, 114, પ્રોસ્કો 2012 કલમ 4/5(સ) અને એસ્ટ્રોસીટી તેમજ જી.પી.એક્ટ 135 મુજબ ગુનો નોંધી આ કેસની વધુ તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી એસએસ મહેતાએ વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નાના બાળકો, સગીર બાળકો સાથે દુષ્કર્મના કેસો વધ્યા છે ત્યારે નાના એવા દેરડીકુંભાજી ગામે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યનો બનાવ બનતા અરેરાટી વ્યાપી જવા પામી છે.