ઊનાની સગીરા પર દુષ્કર્મ આરોપીને 10 વર્ષની કેદ


ત્રણ વર્ષ પહેલાના કેસમાં 34 હજારનો દંડ પણ ફટકારાયો
ઉના તા:17
ઉના શહેરમાં મોદેશ્ર્વર જતા રોડ ઉપર સર્કિટ હાઉસ સામે રહેતી 16 વર્ષ 4 મહિનાની સગીરાને ગત તા.29/1/2015નાં રોજ ખાંભા તાલુકાનો માલકબેસ ગામનો બાલા અરજણભાઇ પરમાર ઉ.વ.24(વરસ)વાળો સગીરાને લાલચ આપી બદકામ કરવાનાં ઇરાદે અપહરણ કરી નાસી ગયો હતો. એને ઉના પોલીસમાં તેના પિતાએ આરોપી સામે સગીરાને લલચાવી, ફોસલાવી, અપહરણ કરી ગયા ની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પકડવા તજવીજ હાથ ધરી હતી. અને રાજુલા તાલુકાના મોટી આગરીયા ગામની સીમની વાડી વિસ્તારમાં હોવાની માહીતી મળતા ત્યાં જઇ તપાસ કરતા સગીરા મળી આવી હતી. આરોપી જાણી ગયો હતો પોલીસે સગીરાની તપાસ પુછપરછ કરતો આરોપી. રાજુલા માંડરડી વિગેરે ગામે લઇ જઇ સગીરા સાથે શરીર સબંધ બાંઘ્યો હતો.આરોપી બાલા અરજણ પરમારની ધરપકડ કરી ઉના કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ હતી.
જેનો કેસ ઉનામાં આવેલ સ્પેશીયલ પોકસો કોર્ટમાં ચાલી જતાં જજશ્રી એસ.પી.તામંગે ગુનો સાબીત માની આરોપીને 10 વરસની સખત કેદ તાકીદે રુા.34 હજારનો દંડ ફટકારયો.