માલધારી સોસાયટીમાં અજાણ્યા યુવાનનું મોત, વાલી વારસની શોધ


રાજકોટ તા,17
જુના માર્કેટ યાર્ડ નજીક કરણાભાઇના ગાર્ડન પાછળ માલધારી સોસાયટી પાસેથી તા.14ના રોજ અજાણ્યા આશરે 40 થી 42 વર્ષના યુવાનની લાશ મળી આવતાં બી-ડિવીઝન પી.એસ.આઇ. એન.એસ. સવનીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકે સિમેન્ટ રંગનો શર્ટ તથા સફેદ રંગનું મેલુ પેન્ટ પહેર્યુ છે. જમણા હાથ પર પાંદડાનું ચિત્ર તથા હિન્દીમાં નકુથ ત્રોફાવેલા છે. બિમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન 0281 2230637 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે