રૂા.ર લાખનો ચેક પરત ફરતા અમદાવાદના વેપારી સામે ફરિયાદ


આરોપીઓ વિરુધ્ધ સમન્સ ઇશ્યૂ કરી કોર્ટમાં હાજર થવા ફરમાન
રાજકોટ તા.17
રાજકોટમાં રહેતા અને પીડબલ્યુડીમાં સિંચાઇ વિભાગમાં નોકરી કરતા યુવાને અમદાવાદની પેઢીના ભાગીદારો સામે રૂા.ર લાખના ચેક રીટર્નની ફરીયાદ નોંધાવતા કોર્ટે આરોપીઓને કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યુ છે.
આ અંગેની વિગત મુજબ રાજકોટમાં એરપોર્ટ રોડ પર રહેતા ધીરેન નટવરલાલ રાવલે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા અને શિવ સેલ્સ એજન્સી અને આર્ય પબ્લીકેશનના નામે ધંધો કરતા કલ્પેશ નરેશભાઇ રાવલ તથા રાજકોટના કાલાવડ રોડ પર રોયલ પાર્કમાં રહેતા વિરેન અશોકભાઇ રાવલ વિરૂધ્ધ કોર્ટમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલી કે વેપારી સંબંધોના નામે ફરીયાદીએ આરોપીઓને રૂા.બે લાખ ઉછીના આપેલા જે રકમ પરત કરવા આરોપીઓએ આપેલો ચેક બેંકમાંથી પરત ફરતા રીમાન્ડ નોટીસ પાઠવવા છતા લેણી રકમ ન આપતા કોર્ટમાં ફરીયાદ નોંધાવી હતી. જેથી કોર્ટે આરોપીઓને સમન્સ ઇશ્યુ કરી કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યુ છે.
આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, કૈલાસ જાની રોકાયા હતા.