ગોંડલમાં શો-રૂમમાંથી રોકડા 40 લાખની ચોરી

બસ સ્ટેન્ડ પાસે આવેલા કાપડના કોલેજિયન શો-રૂમમાં તસ્કરો ત્રાટકયા : સીસીટીવીમાં બે તસ્કરો કેદ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રેડીમેડ કાપડનો સપ્લાય કરતા મોલને નિશાન બનાવતા ખળભળાટ ગોંડલ તા,17
શહેરના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ અને ગોંડલ શહેર તાલુકા ઉપરાંત સૌરાષ્ટ્ર ભરમાં રેડીમેડ કાપડ સપ્લાય કરતા કોલેજીયન મોલમાં ગતરાત્રીના તસ્કરોએ ત્રાટકી રોકડ રૂ 40 લાખની સનસનીખેજ ચોરી કરી જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
પ્રાપ્ત વિગતો મુજબ બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ કોલેજીયન મોલમાં ગતરાત્રીના અઢી વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ મોલની અંદર પ્રવેશી કાઉન્ટરના ખાનામાં રાખેલ 40 લાખ હું ચોરી કરી જતા મોલ ના માલિક સલીમભાઈ શકરાભાઈ શેઠાણીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને પીઆઇ રામાનુજ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જાય સીસીટીવી કેમેરાના ફૂટેજ નિહાળી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ચોરીની ઘટના અંગે શો-રૃમના માલિક સલીમભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા દસ પંદર દિવસથી શોરૂમના વકરાની આવક એકઠી કરવામાં આવી રહી હતી અને આજે સવારે ખરીદી માટે બેંકમાં નાણાવટી િલિંત કરવામાં આવવાનું હતું દરમિયાન ગત રાત્રીના તસ્કરોએ પારોણા કરી 40 લાખ રોકડ રકમની ચોરી કરેલ છે ઉપરોક્ત તમામ 40 લાખ રૂપિયાની રકમ ઓન-રેકોર્ડ જમા-ઉધાર પણ કરેલ છે જે અંગેની જાણ પોલીસ તંત્રને પણ કરવામાં આવેલ છે.