પાણી સમસ્યા વકરી, આયોજનનો અભાવ, કાયમી ઉકેલ શકય છે..?

વર્ષોથી એક જ સમસ્યા છતાંય હલ શું? તંત્રની અણ આવડતના કારણે પ્રજાને જરૂરી પાણી પુરૂ પાડી શકાયુ નથી, આવી સ્થિતિમાં પાણીના મેનેજમેન્ટની ચર્ચા છેડાવી જ જોઈએ ‘તરસ લાગે ત્યારે કુવો ગાળવા બેસાય’? તંત્રની આવી નીતિથી પાણીની તંગી ઉભી થાય છે યુરોપ-ઈઝરાયેલ જેવા રણપ્રદેશ જેવા દેશોમાં પાણીના યોગ્ય મેનેજમેન્ટથી બારેમાસ નદીમાં પાણી વહે છે તો આપણે કયાં પાછા પડીએ છીએ જળસંકટના નિવારણ
માટે શું શું થઈ શકે? તે
અંગે ‘ગુજરાત મિરર’નો ખાસ અહેવાલ... રાજકોટ તા.17
દર વર્ષે ઉનાળો આવે અને પાણીપાણીની બુમો પડે છે. દર વર્ષે કેમ આવુ થાય છે શું આપણી પાસે પાણી નથી? પણ એવું નથી, કુદરત દર વર્ષે મનમુકી વરસે છે..આપણે જ કહીએ છીએ હવે મેઘરાજા ખમૈયા કરો, પણ હકીકત એવી છે કે આપણે (સરકાર)ના અભાવના કારણે પાણી આપણે સાચવી નથી શકતાં.દર ઉનાળે પાણીની ‘હૈયાહોળી’ શું કામ સર્જાઈ રહી છે? કુંદરતનો વાંક કાઢવામાં આવે છે પરંતુ ખરેખર વાંક કાઢવો હોય તો સરકારનો કાઢી શકાય...તે ઉપરાંત થોડા ઘણા અંશે આપણો પણ વાંક છે ‘તરસ લાગે ત્યારે કુવો ગાળવા બેસાય? તંત્રની આવી નિતીના કારણે પાણીની તંગી ઉભી થઈ
રહી છે. પાણીના એક એક ટીપેટીપાનું આયોજન કરવુ પડે એવી સ્થિતિ આવી છે. દર વર્ષે પાણીની રામાયણ સર્જાતી હોવા છતા આયોજનનો અભાવ કારણભૂત
છે. આવનારા ઉનાળામાં પાણીની તંગી ન આવે તેવુ આયોજન અત્યારરે કેમ ન થઈ શકે? તેવું સરકાર કેમ નથી વિચારતી.
ખાસ કરીને સૌરાષ્ટ્ર ગામડાઓ જેતપુર, ધોરાજી, જસદણ જેવા ગામડાઓમાં દર ચાર દિવસે પાણી આવે છે ત્યાં રહેતા લોકો પાણીની કિંમત સમજે છે. 1987 ના દુષ્કાળમાં રાજકોટમાં આપણે ટ્રેનની પાણી મંગાવ્યુ હતું પાણી માટે તોફાન ફાટે તેવી દહેશત ઉભી થઈ હતી.આટલી ગંભીર સમસ્યા સર્જા ગઈ 50 વર્ષ વિતી ગયા છતાંય કોઈ બોધપાઠ ન લીધો તેના કારણે પાણીની અછત દર વર્ષે સર્જાઈ રહી છે. જળ એ જ જીવન કહેતા આપણે પાણીના આયોજન પ્રત્યે સૌથી વધુ બેદરકાર છીએ.સરકારનાં યોગ્ય આયોજનના અભાવે પ્રજાને જરૂરી પાણી પુરૂ પાડી શકાતુ નથી, ત્યારે હવે પાણી મેનેજમેન્ટની ચર્ચા છોડાવી જોઈએ. ઉનાળામાં દેકારો થાય છે પણ જેવો વરસાદ પડે તે બધુ ભુલાઈ જાય છે. દુકાળ પડે પાણીનો પ્રશ્ર્ન વિકટ બને અને લોકોને પાણી મળે નહીં તેવા સમયે તંત્ર પાણી મેનેજમેન્ટની વાતો કરે છે. વર્ષોથી સરકારની આવી જ મનોદશા રહી છે, પહેલા ટેકનોલોજીનો અભાવ હતો હવે ટેકનોલોજીનો જમાનો છે છતાંય ફકત ભાષણોમાં વાતો જ થાય છે જે કરવું જોઈએ તે વાસ્તવમાં કાંઈ કરવામાં આવતુ નથી એટલે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ચાર દિવસે એકવાર પાણી આપે છે.
યુરોપ-ઈઝરાયેલ જેવા રણ પ્રદેશ જેવા દેશોમાં પાણીના યોગ્ય મેનેજમેન્ટથી બારોબાર નદીમાં પાણી વહે છે તો આપણે કયાં પાછી પડીએ છીએ તેવુ મેનેજમેન્ટ આપણે કેમ નથી કરી શકતાં? જળ સંકટના નિવારણ માટે શું કરી શકીએ છીએ પાણી બચે તે જાણીએ. પાણીની સમસ્યા ઉકેલવા માટે કેવા પગલાં લેવા જોઈએ?
ગુજરાતમાં નહેરો નિકળતી હોય તેવા 151 ડેમ છે. હાલ તો 15 થી 17 લાખ હેકટરમાં ખેડુતો ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી કરે છે ત્યારે જો સરકાર પાણીની વિતરણ વ્યવસ્થા કરે અને ખેડુતો ટપક સિંચાઈ અપનાવે તો 98 લાખ હેકટરમાં સિંચાઈની ખેતી થાય જો આવુ શકય બને
તો નર્મદાની 10 લાખ હેકટરની સિંચાઈની ક્ષમતા ટપક સિંચાઈથી 60 લાખ હેકટરની થઈ જશે. તે ઉપરાંત આપણે જનસંચય ક્ષેત્રે પણ ઘણુ કરવાનું બાકી છે. દરીયામાં જતા વરસાદી પાણીને જેટલું અટકાવીને સંગ્રહ કરીએ એટલો આપણને કાયદો થશે કારણ કે ચોમાસાનું 10 ટકા પાણી જમીનમાં ઉતરે છે અને 90 ટકા પાણી વહી જાય છે તે અટકાવું જોઈએ. જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી
ગુજરાત સરદાર સરોવર નર્મદા ડેમની સિંચાઈ ક્ષમતા 18 લાખ હેકટરથી વધુ છે. રાજયમાં નાના-મોટા 150 થી વધારે ડેમ છે એ બધા ડેમની મળીને 12 લાખ હેકટરની સિંચાઈ ક્ષમતા થાય છે. ભુગર્ભ જળની કુવા-બોર મારફતે થતી સિંચાઈની ક્ષમતા 23 લાખ હેકટરની છે રાજયની કુલ સિંચાઈ ક્ષમતા 63 લાખ હેકટરથી વધુની છે. જો દૂરનાં પાણી અને ભુગર્ભ જળ દ્વારા પદ્ધતિથી 63 લાખ હેકટરમાં ખેતી થાય છે તેને બદલે આ પાણીને ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતીમાં આપવામાં આવે તો 2 કરોડ 12 લાખ હેકટરમાં ખેતી થઈ શકે. રાજયમાં 16 લાખ હેકટરમાં વાવેતર જમીન છે. આ બધી જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી આપવામાં આવે તે ચોમાસા ઉપરાંત શિયાળુ અને ઉનાળુ પાક લઈ શકાય. ટપક પદ્ધતિથી પાણીની બચત થાય
ખેતી પાછળ 70% પાણી વ્યવસ્થા છે ત્યારે જો આ તમામ ખેતી ટપક ઈરિગેશનથી જ કરાય તો 25% પાણીથી ખેતી થઈ શકશે. 75% પાણીની બચત થઈ શકે. તે પાણીનો ડેમ અને ભુગર્ભમાં સંગ્રહ થાય તો દુકાળનાં વર્ષોમાં તૈયારી દ્વારા લોકોને સિંચાઈમાં પાણી પુરૂ પાડી શકાય. શું છે સરકારનું ભાવિ આયોજન   ૧ જામનગર જિલ્લામાં સૌ પ્રથમ ડિસેલિનેવન પ્લાન બનાવશે ૨ 1લી મેથી 31 મે સુધી રાજયમાં જળ અભિયાન હાથ ધરીને 8 હજારથી
   1 હજાર તળાવો ઉંડા ઉતારવા જળસંચય સહિતનાં કામો કરાશે. ૩ 800 કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને ઈઝરાયેલની જેમ ડિસેલિનેવનથી રોજ 10 કરોડ લિટર પાણી મીઠું બનાવાશે. ૪ જળ અભિયાન અંતર્ગત તમામ સરકારી તંત્રો તથા લોકોના સહયોગથી તળાવો ઉંડા ઉતારાશે ઉપરાંત ચેકડેમો રીપેર કરાશે રાજયની 34 નદીઓને પુન: જીવીત કરાશે અને સ્વચ્છ કરાશે.