100 કુપોષિત બાળકોને સ્કૂલબેગ તથા ન્યુટ્રીશન પાઉડર વિતરણ

શેર વિથ સ્માઈલ દ્વારા કરાયું વિતરણ
રાજકોટ તા,17
શેર વિથ સ્માઈલ એન.જી.ઓ. દ્વારા શરુ કરાયેલ ‘કુપોષણ મુકત બાળક’ અભિયાન અંતર્ગત છેલ્લા અગિયાર મહિનાથી આંગણવાડીના 100 જેટલા કુપોષિત બાળકોને ન્યુટ્રીશન ના પાડવરના ડબ્બાનું વિતરણ કરવામાં આવે છે. દરેક મહીને આ બાળકોના વજનની નોંધ પણ રાખવામાં આવે છે આ અભિયાન અંતર્ગત 20 જેટલા બાળકો કુપોષણ મુકત થયેલ છે.
આ બાળકોને દર મહીને પાવડરના ડબ્બાની સાથે સાથે સ્કૂલબેગ, શુઝ, યુનિફોર્મ, કલર, લંચબોક્ષ જેવી વસ્તુઓ પણ આપવામાં આવે છે. દરેક બાળક તેના વાલી સાથે ખાસ ઉપસ્થિત રહે છે. તેમના વાલીઓને બાળકના વજન વિશે તથા અન્ય જરૂરી માહિતી આપવામાં આવે છે. આ તકે શેર વિથ સ્માઈલ એન.જી.ઓ.ના પ્રમુખ કપિલભાઇ પંડયા હરેન્દ્રસિંહ ડોડીયા, શાસ્ત્રી ભાવેશભાઇ પંડયા, આકાશ પંડયા, મયુરભાઇ પટેલ, આશિષ ઠાકર, સેન્જલભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.