દુષ્કર્મના વિરોધમાં યોજાઇ કેન્ડલ માર્ચ

કાશ્મીરના ઉન્નાવ અને ઉત્તરપ્રદેશના કઠવા તેમજ સુરતમાં બનેલી બાળાઓ ઉપર બળાતકારની ઘટનાના વિરોધમાં વોર્ડ નં.13ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની આગેવાની હેઠળ  પી.ડી. માલવીયા કોલેજ પાછળ આવેલ શ્રધ્ધા ગાર્ડન ખાતે ગઇ કાલે સાંજે  7 વાગ્યે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને ઘટનાને માનવજાત માટે કલંક ગણાવી જવાબદારો સામે પગલા ભરવા માંગણી કરવામાં આવી હતી.