હવે માર્કેટમાં દેખાશે કલરફુલ ચલણી નોટો

રૂા.1000ની નવી નોટની થશે ફરી એન્ટ્રી: રૂા.350ની નોટ અને રૂા.20થી માંડી રૂા.1000ના સિક્કા પણ દેખાશે કેન્દ્રમાં ભાજપની મોદી સરકાર સત્તારૂઢ થયા બાદ આર્થિક મોરચે ઐતિહાસિક અને આમુલ પરીવર્તન શરૂ કર્યા છે. ખાસ કરીને નોટબંધી કરીને વિશ્ર્વભરનું ધ્યાન ખેંચ્યું હતું. રૂા.પ00 અને રૂા.1000 ની નોટો બંધ કરાવ્યા બાદ હવે દેશની રૂા.1 થી માંડી રૂા.1000 સુધીની કરન્સીના રૂપરંગ બદલાઇ રહ્યા છે. આગામી દિવસોમાં નવી કલરફુલ નોટો લોકોનાં હાથમાં આવશે અને રૂા.1000 ની નવી નોટ પણ બજારમાં મુકવા તૈયારી થઇ રહી છે. રૂા.ર00 ની નોટની માફક રૂા.3પ0 ની નવી નોટની પણ ટુંક સમયમાં બજારમાં એન્ટ્રી થનાર છે. રૂા.1, રૂા.10, રૂા.ર0 ની કલરફુલ નોટો ધીરે ધીરે સીસ્ટમમાં આવી રહી છે. સાથોસાથ રૂા.ર0, રૂા.7પ, રૂા.100, રૂા.1પ0 અને રૂા.1000 સુધીના રણકતા સિક્કા પણ રીઝર્વ બેંક તૈયાર કરી ચલણમાં મુકવા કવાયત કરી રહી છે. આગામી દિવસોમાં જુની ચલણી નોટો ભુતકાળ બની જશે અને તેનું સ્થાન નવી જ કલરફુલ નોટો લેશે. તમામ નોટોની સાઇઝ પણ પહેલા કરતા અલગ જ રાખવામાં આવી છે.