FRC માત્ર નાટક, તાતિંગ ફી વધારો, નેતાઓ પાણીમાં

વાલીઓનો પોકાર રૂપાણી સરકારના વચનો માત્ર ચૂંટણી પૂરતા જ: વિપક્ષ કોંગ્રેસનો પણ પ્રજાદ્રોહ ફીમાં વધારાના મુદ્દે રાજકોટ કોંગ્રેસ વાલીઓને બાજુમાં કેમ નથી? શું કોંગ્રેસે પણ સેટિંગ કરી લીધું સરકારનું ભેદી મૌન; અમલ ન થાય તો કાયદો શું કામનો? સ્કૂલ સંચાલકો ફીના નામે વાલીઓને કરે છે પરેશાન કાયદો માત્ર કાગળ પર શાળાઓ પર સરકારને અંકુશ નથી, મા
સરસ્વતીનો કોણ વેપાર કરી રહ્યું છે? ડી.ઈ.ઓ. શું કરે છે? કેમ કોઈ પગલાં લેતા નથી? વાલીઓ જોયે તો જાયે કહાં ચૂંટણી સમયે ફી ઘટાડી પોસ્ટરો લગાવનારા નેતાઓ કયાં ગયા? રાજકોટ, તા. 17
નવા સત્રની શરૂઆત થઈ ચૂકી છે જે વાલીઓને ધારણા હતી કે સરકારે નકકી કરેલી ફી શાળા સંચાલકો ઉઘરાવે પણ આ તો ઊલટું થયું, સરકારનું કોઈ અસ્તિત્વ જ ના હોય તેવો ઘાટ ઘડાયો છે અને શાળા સંચાલકોએ પોતાની મનમાની મુજબ ફી ઉઘરાવવાનું શરૂ કરી દીધુ છે.
સરકારે હાથ ઊંચા કરી દેતા વાલીઓ મૂંઝવણમાં મુકાય ગયા છે. સરકારના નિયમો સ્કૂલ સંચાલકો ઘોળીને પી ગયા છે અને તોતિંગ ફી વધારી દીધી છે છતાય ફી નિર્ધારણ કમીટી કાંઈ પગલાં લઈ શકતી નથી.
રોજ સંચાલકો અને વાલીઓ વચ્ચે તકરાર થઈ રહી છે ત્યારે હવે સરકારે પણ હાથ ઊંચા કરી દેતા વાલીઓ પાસે કોઈ વિકલ્પ નથી. સરકારે બનાવેલો કાયદો માત્ર કાગળ ઉપર શોભાના ગાંઠિયા સમાન
બની ગયો છે.
સરકારનો શાળા સંચાલકો ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ રહ્યો નથી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટ સહિત ગુજરાતભરમાં રૂપાણી સરકારના પોસ્ટરો લાગ્યા હતા જેમાં લખ્યુ હતું સરકારે વચન પાડી બતાવ્યું ફી ઓછી કરી છે.
પણ વાલીઓને હવે સમજણ પડી કે રૂપાણી સરકારે માત્ર મત લેવા ફી ઘટાડાની ‘લોલીપોપ’ આપી હતી. જયારે આ મુદ્દે રાજકોટ કોંગ્રેસનાં નેતાઓએ પ્રજાની પડખે ઊભા રહેવાના બદલે મોટુ સેટીંગ કરી લીધાની ચર્ચા જાગી છે?
ફી વધારા મુદ્દે અત્યાર સુધી કોંગ્રેસ કેમ મૌન છે. કયાં સ્કૂલ સંચાલક પાસેથી સેટિંગ કર્યુ છે? કેમ વાલીઓની પડખે કોંગ્રેસ આવતી નથી જેવા અનેક સવાલો વાલીઓને સતાવી રહ્યા છે.
રાજકોટ કોંગ્રેસ માત્ર ફોટા પડાવા પૂરતા જ કાર્યક્રમો આપી રહી છે પ્રજાને ફાયદો થાય એવું એક પણ કામ કોંગ્રેસે કર્યુ નથી ત્યારે
તોતિંગ ફી મુદ્દે કોંગ્રેસનું મૌન ઘણુ કહી જાય છે.
આ મુદ્દે સરકારનું ભેદી મૌન કેમ છે અમલ ન થાય તો કાયદો શું કામનો? સ્કૂલ સંચાલકો ફીના નામે વાલીઓને કરે છે પરેશાન
છતાંય સરકારે કેમ હાથમાં બંગડીઓ પહેરી છે.
મા સરસ્વતીનો કોણ વેપાર કરી રહ્યું છે? જો ફી મુદ્દે દેખાવો કરશો તો વિદ્યાર્થીઓને કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવી રહી છે શું સરકારના વચનો માત્ર
ચૂંટણી પૂરતા જ હતા વિદ્યાર્થીઓને શાળા સંચાલકો ફીના નામે
જાહેરાત કરે છે.
ફી નિર્ધારણ કમિટી કેમ મૌન છે. કયાં સુધી વાલીઓને વેઠવું પડશે. નેતાઓ કયા ગુમ થઈ ગયા છે. મત લેવા મોટી મોટી વાતોના વડા કરનાર રાજકીય પક્ષો કયાં ગુમ થઈ ગયા છે તેવો પોકાર વાલીઓ કરી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં તમામ સ્કૂલોએ તોતિંગ ફી વધારો કરી દીધો છે. છતાંય ડીઈઓ શું કરે છે ફી નિર્ધારણ કમિટીના નિયમોનું પાલન ડીઈઓ કેમ નથી કરાવતા ફી
વધારો કરી દીધો હોવા છતા કેમ કોઈ સ્કૂલને ડીઈઓએ નોટીસ પાઠવી હતી.
નવા સત્રમાં વાલીઓને ફી ઘટાડાની જે આશા હતી તેના ઉપર પાણી ફરી ગયું છે અને સ્કૂલ સંચાલકોએ સરકારના નિયમોની ઐસી-તૈસી કરી 10 થી 15 ટકાનો ફી વધારો પણ ઝીંકી દીધો છે.
સ્કૂલ સંચાલકો બેફામ દાદાગીરી કરી રહ્યા છે તેઓને સરકાર કેમ છાવરી રહી છે, કેમ સરકાર
મૌન છે? કેમ સરકાર કડક પગલાં ભરતા અચકાય છે. ફી ભરી જાવ નહીં તો કાઢી મૂકશું?
રાજકોટમાં મોટાભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવે છે અને સંચાલકો વાલીઓને ધમકાવે છે કે ફી ભરી જાવ નહીં તો વિદ્યાર્થીઓને કાઢી મૂકશું છતાંય નેતાઓ મૌની બાબા બની ગયા છે. સરકાર અને કમિટી સામે ઉઠતા સવાલ
 વાલી સંચાલકો વચ્ચે મધ્યસ્થી કોણ બનશે?
 સરકાર કેમ તમાશો જુએ છે?
 કમિટી કોના કહેવાથી ફીની વિગતો છુપાવી રહી છે?
 એફઆરસીની એક નક્કી કરેલી ફી વાલીઓને વધારે લાગી રહી છે તો કમિટી શું કરશે?
 કમિટીના સભ્યો અને કર્મચારીઓ ફી મુદ્દે મૌન કેમ છે?
 શું કમિટીના સભ્યો રાજકીય ઈશારે કામ કરે છે?
 વાલીઓ-સંચાલકો વચ્ચે ઘર્ષણ માટે જવાબદાર કોણ?
 સ્કૂલોની મનમાની સામે પગલાં ભરતા કમિટીને કોણ રોકી રહ્યું છે?
 FRCએ વાલીઓને વિશ્ર્વાસમાં કેમ ન લીધા?
 શાળા સંચાલકોની દાદાગીરી રોકવા સરકારે શું પગલા લીધા?
 શું એફઆરસી જ શિક્ષણ વિભાગ છે? આખું શિક્ષણતંત્ર કેમ મૌન?
 કોર્ટના આદેશ મુજબ કમિટી રચાઈ તો કામ કેમ સરકારી રાહે?