રોકડાની તંગી માટે વિવિધ રાજ્યોમાં તહેવારો અને કર્ણાટકમાં આવતી ચૂંટણી કારણભૂત

  • રોકડાની તંગી માટે વિવિધ રાજ્યોમાં તહેવારો  અને કર્ણાટકમાં આવતી ચૂંટણી કારણભૂત

ટૂંક સમયમાં જ રોકડની તંગી દૂર થવાનો છઇઈંનો નિર્દેશ લોકો જરૂરિયાત કરતા વધુ નાણાં ઉપાડતા હોવાનું રીઝર્વ બેંકનું બહાનું
રાજકોટ તા.17
દેશના કેટલાક રાજ્યોમાં ચાલતા તહેવારોની ઉજવણી એકાદ બે રાજ્યમાં આવતી ચૂંટણીને પગલે રોકડનો ઉપાડ વધી જતા હાલમાં એ.ટી.એમ.માં રોકડ ખાલી જોવા મળે છે પરંતુ આરબીઆઇ દ્વારા આ રોકડની તંગી દૂર કરવા પગલાં ઉઠાવવામાં આવ્યા હોય ટૂંક સમયમાં જ સ્થિતિ પૂર્વવત થઇ જશે તેવો વિશ્ર્વાસ આર.બી.આઇના સૂત્રો દ્વારા દર્શાવવામાં આવ્યો છે.
ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી એટીએમમાં રોકડ ઉપલબ્ધ નહિ હોવાથી ફરીથી નોટબંધી જેવી હેરાનગતિનું વાતાવરણ બનવા લાગ્યું છે. લોકોની તકલીફો જોઈને છેવટે રિઝર્વ બેન્ક અને સરકારને સક્રિય થવું પડ્યું છે. નાણા મંત્રાલયે તત્કાળ રિઝર્વ બેન્કના અધિકારીઓ સાથે બેઠક કરતા રિઝર્વ બેન્કનાં સૂત્રોનું કહેવું છે કે હવે અર્થવ્યવસ્થામાં રોકડની સ્થિતિ નોટબંધીના પહેલા તબક્કાથી વધુ સારી છે, પરંતુ આ સંકટનું કારણ બીજું છે.
રિઝર્વ બેન્કે રાજ્યોમાં રોકડની આ પૂર્તિ ઠીક કરવા માટે પગલાં લીધાં છે અને આશા જગાવી છે કે ટૂંક સમયમાં સ્થિતિ સારી થઈ જશે. સૂત્રોમાંથી મળતી વિગત મુજબ કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોમાં લોકો જરૂરિયાતથી વધુ રોકડ ઉપાડી રહ્યા હોવાથી આ સંકટ ઉત્પન્ન થયું છે.
અનેક રાજ્યોમાં બૈસાખી, બિહુ અને બંગાળી નવ વર્ષ જેવા તહેવાર હોવાથી તેમજ કર્ણાટકમાં ચૂંટણી હોવાથી લોકોને વધુ રોકડની જરૂર હતી. સૂત્રોનું કહેવું છે કે રોકડની ઉપલબ્ધતામાં ઉતાર-ચડાવ થતા રહે છે. જો કોઈ રાજ્યમાં માગ વધી જાય તો બીજા રાજ્યમાં આપૂર્તિ પર થોડો અંકુશ લગાવી દેવામાં આવે છે.