અમરેલી ન.પા.નાં જેસીબીએ કેબલ તોડી નાખતા વીજપુરવઠો ગુલ

ન.પા. દ્વારા આડેધડ કામગીરીથી લોકો પરેશાન
અમરેલી તા.17
અમરેલીના કેરીયા રોડ, બાયપાસ ચોકડી પાસે, નગરપાલિકાની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલુ હોય જેસીબી દ્વારા કામગીરી કરીને પીજીવીસીએલના કેબલને નુકશાન કરીને ભાગી ગયેલ, અને સમગ્ર લાઠી રોડ ત્યા ઈન્ડેસ્ટ્રીયલ વિસ્તારનો વીજપુરવઠો ખોરવાઈ ગયેલ હતો. આચરે 6 કલાક સુધી કામગીરી કરી કેબલ જોઈન્ટ કરીને વીજપુરવઠો પુર્વવત કરવામાં આવેલ, વારંવાર સૂચનાઓ આપવા છતા પાણીની લાઈન, ગટરના કામો તથા ગેસની લાઈનોના કામ પીજીવીસીએલની મંજુરી વગર બોદકામ કરીને આ રીતે કેબલને નુકશાન પહોંચાડે છે. અને વીજપુરવઠો ખોરવાઈ જાય છે. અને ગ્રાહૃકોના રોષનો ભોગ પીજીવીસીએલને બનવું પડે છે. અમરેલી શહેરમાં ખોદકામ કરતા પહેલા પીજીવીસીએલ ઓફિસનો સંપર્ક કરવની સૂચના આપવામાં આવે છે. પીજીવીસીએલના નાયબ ઈજનેર, જુની ઈજનેર તથા લાઈન સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી વીજ પુરવઠો પુર્વવત કરેલ હતો.