જામનગરમાં દંપતીનો આત્મવિલોપનનો પ્રયાસ : પોલીસ દ્વારા બન્નેની અટકાયત

જામનગર તા.17
જામનગર જીલ્લાના શેઠવડાળા ગામના વતની ગાંડુભાઇ ભીખાભાઇ રાતળીયા અને મધુબેન ગાંડુભાઇ રાતળીયા નામના ભરવાડ દંપતીએ શેઠવડાળા ગામમાં આવેલી પોતાની ખેતીની જમીનના પ્રશ્રે જીલ્લા પંચાયતમાંથી ન્યાય મેળવવા માટે અરજી કરી હતી પરંતુ તેઓને ન્યાય મળતો ન હોવાથી આજે સવારે જીલ્લા પંચાયત સર્કલમાં આત્મવિલોપન કરવા માટેની ચીમકી ઉચ્ચારી હતી. દરમ્યાન 10 વાગ્યાના અરસામાં ઉપરોકત દંપતી ગાંડુભાઇ રાતડીયા અને મધુબેન રાતડીયા જીલ્લા પંચાયત સર્કલમાં આવતા પોલીસે દંપતીની અટકાયત કરી દીધેલ છે અને આત્મવિલોપન કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડયો હતો. (તસ્વીર : સુનીલ ચુડાસમા)