દ્વારકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે

પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ તા.21 એપ્રિલ સુધીમાં તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવા અપીલ કરાઈ
જામ ખંભાળિયા, તા.17
ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા કુટુંબોને સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ 2011ના એસ.ઇ.સી.સી.ની યાદી મુજબના લાભાર્થીઓને આવાસ બનાવવા માટે અંગેની રૂપિયા 1,20,000/- સુધીની સહાય આપવામાં આવે છે. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના માર્ગદર્શિકા મુજબના એસ.ઇ.સી.સીમાં નોંધાવ્યા હોવા છતા કાયમી પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ન હોય અથવા તો એસ.ઇ.સી.સીમાં નોંધાયા ન હોવાના કારણસર લાભાર્થી યાદીમાં સમાવિષ્ટ ન થઇ શકયા હોય તેવા બંને પ્રકારના કુટુંબને શોધી યાદી તૈયાર કરવાની થાય છે. ઘરવિહોણા અથવા રૂમ વગરના કે 1 અથવા 2 કાચા રૂમના ઘરમાં રહેતા કુટુંબોને આમાં આવરી લેવામાં આવનાર છે. અને તેની ચકાસણી કરી લાભાર્થીની યાદી તૈયાર કરવાની થાય છે જે અંગેની પ્રક્રિયા હાથ ધરવાની હોય જેથી આવા પ્રકારના લાભાર્થીઓ તાલુકા વિકાસ અધિકારી કચેરીએ તા.21-04-2018 અને શનિવાર 5-30 કલાક સુધી ફોર્મ સ્વીકારવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં (1) લાભાર્થી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતો હોવો જોઇએ, (ર) લાભાર્થી ઘર વિહોણા અથવા રૂમ વગરના કે 1 અથવા 2 રૂમના ઘરમાં રહેતા કુટુંબો પાત્રતા ધરાવતા હોવા જોઇએ (3) લાભાર્થી એસ.ઇ.સી.સીના ઓટોમેટીક એક્સક્લુઝનના 13 ક્રાઇટેરિયા પરિપુર્ણ ન હોવો જોઇએ (4) જે કુટુંબોના નામ સિસ્ટમ જનરેટેડ લીસ્ટમાં હતા પરંતુ કારણસર ગ્રામસભા દ્વારા રદ કરવામાં આવયા હતા તેવા કુટુંબો અથવા સિસ્ટમ જનરેટેડ લીસ્ટમાં હતા જ નહી તેવા બંને પ્રકારના કુટુંબોનો સમાવેશ કરવાનો છે. સમાવેશ કરવાના પુરતા કારણો જવાવવાના રહેશે. આવી પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ પોતાના ગામના તલાટી મંત્રી અથવા ડી.આર.ડી.એ. શાખાનો સંપર્ક કરી નિયત નમુનામાં અરજી કરવાની રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે.
ઉપરોકત પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રા)માં લાભા આપવા અંગે પરમેનેન્ટ વેઇટીંગ લીસ્ટમાં સમાવેશ કરવાની આ પ્રક્રીયામાં નિયત સમય અને તારીખે લગત તાલુકા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે. તાલુકા વિકાસ અધિકારી-ભાણવડ મો.8866774848, કલ્યાણપુર મો.9913041872, ખંભાળીયા મો.9427773678, દ્વારકા મો.7283806147 ઉપર સમય મર્યાદામાં સંપર્ક કરવો. સમય મર્યાદા બાદની અરજી સ્વીકારવામાં આવશે નહી તેેેમ જણાવાયું છે. વધુમાં આ અંગે કોઇપણ વ્યક્તિની ફરીયાદ-રજુઆત હોય તો જિલ્લા વિકાસ અધિકારી કચેરીના ફોન નં.02833-235947 ઉપર સંપક કરવાનો રહેશે તેમ જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.