જામનગર જીલ્લાની ક્રાઇમ ડાયરી સચાણામાં યુવાનની હત્યાની ગણતરીએ પાંચ શખ્સોનો હુમલો

જામનગરમાં વૃધ્ધ પર પાડોશીઓનો હુમલો : ક્રિકેટ પર સટ્ટો રમતા એક પકડાયો : દોઢીયામાં યુવકનો આપઘાત : મોટા થાવરીયામાં દાઝી જતા તરૂણનું મોત
જામનગર તા.17
જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા એક ગઢવી યુવાનને માર્ગમાં આંતરી પાંચ જેટલા શખ્સોએ પૂર્વયોજીત કાવત્રુ ઘડી છરી ધોકા જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી તેની હત્યાનું પ્રયાસ કર્યો હતો. આ બનાવ પછી યુવાનને ઇજાગ્રસ્ત સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં દાખલ કરાયો છે. જ્યારે પાંચેય શખ્સો સામે ખૂનની કોશિષ અંગે ગુન્હો દાખલ કરાયો છે.
જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા કનુભાઇ મુળુભાઇ ઇસરાણી નામના 47 વર્ષના ગઢવી યુવાન ગઇકાલે સવારે સાડાનવેક વાગ્યે સચાણા ગામમાં આવેલા મહાદેવના મંદિરેથી દર્શન કરીને પોતાના મોટરસાયકલ પર પરત આવી રહ્યા હતા જે દરમિયાન બે અલગ અલગ બાઇકમાં આવેલા હાજી બચુભાઇ કક્કલ, અકબર બચુભાઇ કક્કલ, અસગર બચુભાઇ કક્કલ, બચુ હાસમ કક્કલ અને તેનો એક સાગરીત વગેરેને પૂર્વયોજીત કાવત્રુ ઘડી માર્ગમાં આડા ઉભા રહી
ગયા હતા.
પાંચેય શખ્સોએ કનુભા ઇસરાણીએ રોકી લઇ છરી - લોખંડના પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી દઇ ગંભીર ઇજા પહોચાડી હતી. જેથી કનુભા ગંભીર હાલતમાં સારવાર માટે જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેઓની ફરીયાદને આધારે પંચકોશી એ ડીવી.ના પોલીસ સ્ટાફે ઉપરોકત પાંચેય આરોપીઓ સામે હત્યા પ્રયાસની કલમ 307, પૂર્વયોજીત કવાત્રાની કલમ 1ર0(બી), 341 ઉપરાંત રાયોટીંગની કલમ 143, 147, 149, પ04, પ06(ર) મુજબ ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
બુજુર્ગ પર પાડોશીઓનો હુમલો
જામનગર તાલુકાના રણજીતપર ગામમાં રહેતા જીવરાજભાઇ રવજીભાઇ દુધાગરા નામના 60 વર્ષના પટેલ બુજુર્ગ પર પાડોશમાં રહેતા કિશોરભાઇ છગનભાઇ દુધાગરા - રાજેશ છગનભાઇ દુધાગરા - દિનેશ છગનભાઇ દુધાગરા અને છગનભાઇ દુધાગરા વગેરે ચાર શખ્સોએ હુમલો કરી તેમના કૌટુંબીક રતીલાલભાઇને પણ મુંઢ માર માર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવાય છે. ફરીયાદી તેમજ આરોપીઓ પોતાના કૌટુંબીક જ છે અને જમીન બાબતે મનદુ:ખ ચાલતું હોવાથી આ હુમલો કરાયો હતો.
ક્રિકેટનો જુગાર
રાજકોટ આર.આર.સેલના સ્ટાફે જામનગરમાં અનુપમ ટોકીઝ વિસ્તારમાં દરોડો પાડી એક પાનની દુકાનમાં ટીવી પર આઇપીએલની મેચ નિહાળીને ક્રિકેટના સટો રમી રહેલા યાસીન ઉર્ફે ટકો, ઇનાયતભાઇ મુસાણીને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ક્રિકેટના સટ્ટાને લગતુ સાહિત્ય વગેરે મળી રૂા.17100 ની માલમતા કબ્જે કરી છે. જ્યારે તેની સાથે સટો રમનારા હિરો ઉર્ફે ડાયમંડ ભદ્રાને ફરારી જાહેર કરાયો છે.
ગળાફાંસા દ્વારા આત્મહત્યા
જામનગરમાં ગણેશવાસ વિસ્તારમાં રહેતી મીનાબેન શાંતિભાઇ કબીરા નામની રર વર્ષની યુવતીએ ગઇકાલે રાત્રે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર દુધટાવડે ગળાફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે દરમ્યાન આડોશીઓપાડોશીઓ એકત્ર થઇ ગયા હતા અને મોનોબનને નીચે ઉતારી સારવાર માટે જીજી હોસ્પીટલમાં પહોચાડી હતી પરંતુ સારવાર મળે તે પહેલા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ મૃતદેહનો કબ્જો સંભાળી આ બનાવની વિશેષ તપાસ હાથ ધરી છે.
અગ્નીસ્નાન દ્વારા આત્મહત્યા
જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતા મેરૂભા કાનાજી જાડેજા નામના 4પ વર્ષના રાજપુત યુવાને પોતાના ઘરે કાયા પર કેરોસીન રેડી અગ્નીસ્નાન કરી લેતા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પીટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
અગ્નીકાંડમાં મૃત્યુ
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં રહેતી રૂપલબેન મંછાભાઇ વકાતર નામની 16 વર્ષની તરૂણી પોતાના ઘરે ચુલા પર રસોઇ બનાવતા અકસ્માતે દાઝી ગઇ હતી. તેણીને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા પછી તેનું મૃત્યુ નિપજ્યું છે.