જામનગરમાં જૈન સમુદાય દ્વારા તપસ્વીઓના પારણા પ્રસંગે ભવ્ય વરઘોડો

જામનગર શહેરમાં બબ્બે ચાતુર માસથી પધારેલા પૂ.આચાર્ય ગુરુદેવશ્રી દેવરત્ન સુરીસાગરજી મ.સા.ની પ્રેરણાથી ઐતિહાસિક 150 વર્ષી તપની પૂર્ણતાના પ્રસંગે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે 200 જેટલા ઉપવાસ અને 200 જેટલા બિયાસણાની તપશ્ર્ચર્યા કરનારા ઉપવાસીઓના પારણાનો ભવ્ય પ્રસંગ યોજાયો છે જેના ભાગરૂપે આજે સવારે ચાંદી બજાર જૈન દેરાસર પાસેથી 8:30 વાગ્યે ભવ્ય વરઘોડો નિકળ્યો હતો. જેમાં જુદી-જુદી બગીઓમાં તેમજ અલગ-અલગ ફ્લોટ્સમાં તપસ્વીઓને બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ગજરાને પણ જોડવામાં આવ્યા હતા. શોભાયાત્રા દરમ્યાન પૂ.આચાર્ય દેવશ્રી નરદેવસાગર સુરિશ્ર્વરજી મહારાજશ્રી તેમજ પૂ.મુનીરાજશ્રી પદકીર્તિસાગરજી મહારાજશ્રી તેમજ અન્ય સાધ્વીજીઓ વિગેરે જોડાયા હતા. આવતીકાલે આદિનાથજી દાદાના વિશાળ પ્રાંગણમાં હસ્તીનાપુર નગરીમાં પૂ.શ્રીની નિશ્રામાં તમામ તપસ્વીઓના પારણાનો ઐતિહાસિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.