કોડીનારમાં બુધવારે પરશુરામ જયંતિ નિમિતે ધાર્મિક કાર્યક્રમો

સોડસોપચાર પૂજા, શોભાયાત્રા,
બ્રહ્મચોર્યાશીનું આયોજન કોડીનાર, તા. 17
કોડીનાર ખાતે આગામી તા.18 ને બુધવારના રોજ બ્રહ્મસમાજના આરાધ્યદેવ ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ઉજવણી કરાશે.
આ પ્રસંગે અહીંની બ્રહ્મપુરી ખાતે જામવાળા જમદગ્ની આશ્રમનાં મહંત હરિદાસબાપુના હસ્તે પરશુરામજીની સોડસોપચાર પૂજા અર્ચના બપોરના 1 કલાકે રાખવામાં આવેલ આવી છે. બાદ સાંજના 4-30 કલાકે ધુન ભજન અને યાત્રા નિકળશે.
આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજની બ્રહ્મચોર્સાનીનું પણ આયોજન બ્રહ્મપુરી ખાતે સાંજના 7-30 કલાકે રાખેલુ છે.