ઉમરાળાની શાળાની શ્રેષ્ઠ શાળામાં પસંદગી


ઉમરાળા તા:17
ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાજેતરમાં જિલ્લાની ત્રણ શ્રેષ્ઠ માઘ્યમિક શાળાઓની પસંદગીની જાહેરાત કરવામાં આવી છે.
આ ત્રણ શ્રેષઠ શાળામાં ઉમરાળાની શ્રી પો.મૂ.સર્વોદય હાઇસ્કૂલનો સમાવેશ થતાં અત્રે આનંદની લાગણી પ્રસરી હતી.
જિલ્લાની ત્રણ શ્રેષ્ઠ શાળાઓમાં સમાવિષ્ટ ઉમરાળા હાઇસ્કૂલને રાજય સરકાર તરફથી રુા. એક લાખનો પુરસ્કાર પ્રાપ્ત થશે.